તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:હમીરસરના બ્યુટીફિકેશનની વાતો કરનારા, આવની દશા તો સુધારો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ નગરપાલિકા શહેરના હ્દય સમાન હમીરસર તળાવના બ્યુટીફિકેશનની છેલ્લા એક દાયકાથી વાતો કરી રહી છે. પરંતુ, બ્યુટીફિકેશન તો દૂર, કાળજી પણ લેતી નથી. ઝાડી કટિંગ સહિતનો ઠેકો અપાયો છે પણ તળાવની આવમાંથી ઝાડી કપાઈ જ નથી. ઉમેદનગર કોલોની પાસે વરસાદી પાણીની કુદરતી આવ છે. જેના પુલિયા નીચે ગંદકી ઠલવાઈ રહી છે. જેને અટકાવવાનું તો દૂર, સફાઈની પણ દરકાર લેવાઈ નથી અને બીજી બાજુ દીવાલો ઉપર સ્વચ્છતાના ઉપદેશ આપતા ચિતરામણ કર્યા કરે છે.

વાસ્તવમાં જાહેરમાર્ગો ઉપર શૌચ આદિ ગંદકી કરતા અસભ્ય લોકોને દંડવાની કાર્યવાહી થાય તો જ ગંદકી ઉપર અંકુશ લાવી શકાય. એ સિવાય નગરપાલિકાના ઠેકેદાર ઉપરાંત અન્ય લોકો પણ કાટમાળ ઠાલવી રહ્યા છે, જેથી લાંબેગાળે તળાવની આવ પૂરાઈ જાય એવી દહેશત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો