ત્રણ કૃષિ કાનૂન પાછા ખેચાયા:‘ખેડૂતોના ખભે બંદૂક ફોડનારા પરાસ્ત થશે’ : પણ એવુ ન થયું !

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોરડો ખાતેની મુલાકાત વખતે મોદી અને કચ્છના શીખ સભ્યોની આ તસવીર ત્યારે ખૂબ વાયરલ થઇ હતી. - Divya Bhaskar
ધોરડો ખાતેની મુલાકાત વખતે મોદી અને કચ્છના શીખ સભ્યોની આ તસવીર ત્યારે ખૂબ વાયરલ થઇ હતી.
  • અેક વર્ષ પહેલા કચ્છ આવેલા ખુદ પ્રધાનમંત્રી મોદીઅે જ દિલ્હીમાં વિરોધ કરી રહેલા કિસાનોને મનાવવાની ધોરડોમાં કોશિશ કરી હતી
  • સરકાર સમાધાન માટે તૈયાર છે તેવુ અાશ્વાસન અાપ્યું હતંુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅે શુક્રવારે પોતાના રાષ્ટ્રજોગ સંદેશામાં ત્રણેય કૃષિ કાનૂન પાછા ખેચવાની જાહેરાતની સાથે દેશવાસીઅોની માફી પણ માગી હતી કે દીવાના પ્રકાશ જેવુ સત્ય અમે સમજાવી ન શક્યા. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ અેકવાત તો સ્પષ્ટ છે કે સરકાર કૃષિ કાયદાઅો અંગે ખેડૂતોને વિશ્વાસમાં લઇ શક્યા નથી.

નોંધપાત્ર બાબત અે છે કે ખૂદ પ્રધાનમંત્રઅે કચ્છમાંથી જ દિલ્હીમાં બેઠેલા ખેડૂતોની કૃષિ કાયદા અંગે ભ્રમ દૂર કરવાની કોશિશની શરૂઅાત કરી હતી. ગત વર્ષે 15મી ડિસેમ્બરમાં કચ્છમાં દુનિયાના સાૈથી મોટા હાઇબ્રિડ પાર્કનું ખાતમુહૂર્ત કરવા અાવેલા પ્રધાનમંત્રીઅે અહીંથી દિલ્હીમાં બેઠેલા કિસાનોને ભરોષો અાપવાની સાથે અાંદોલનના નામે રાજનીતિ કરનારાની ઝાટકણી કાઢી હતી !

ગત વર્ષે ડિસેમ્બરમાં કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની અાસપાસ હજારો ખેડૂતો વિરોધ કરી રહ્યાં હતા. કેન્દ્ર સરકાર અને ખૂદ પ્રધાનમંત્રી અનેક વખત અા કાયદાથી ખેડૂતોને ફાયદો થશે તેવો દાવો કરી ચૂક્યા હતા. ત્યારે તા. 15 ડિસેમ્બર 2020માં ધોરડો ખાતે દુનિયાના સાૈથી મોટા રીન્યુઅેનેબલ અેનર્જી પાર્ક સહિતના ત્રણ મહત્વપૂર્ણ પ્રકલ્પના ખાતમુહૂર્ત માટે અાવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે કચ્છની ધરતી પરથી ફરી અેકવાર વિરોધ કરી રહેલા ખેડૂતોને મનાવવાની કોશિશ કરવાની સાથે વિપક્ષ પર જોરદાર શાબ્દીક વાર કર્યો હતો.

પ્રધાનમંત્રીઅે પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે અાજકાલ દિલ્હીની અાસપાસ ખેડૂતોને ભ્રમિત કરવા મોટુ કાવતરૂ ચાલુ છે. ખેડૂતોને કહેવામાં અાવી રહ્યું છે કે નવા કૃષિ સુધારાથી તેઅોની જમીન ઉપર બીજા કોઇ કબ્જો કરી લેશે. તેઅોઅે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અાજે જેઅો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે, તેઅો પણ પોતાની સરકારના સમયે અા કૃષિ સુધારાના સમર્થનમાં હતા ! પણ તેઅો નિર્ણય ન લઇ શક્યા અને ખેડૂતોને માત્ર ખોટા વચનો અાપ્યા.

તેઅોઅે કિસાનોને વધુઅેક વાર સંબોધતા કહ્યું હતું કે, સરકાર ખેડૂતોની દરેક શંકાનું સમાધાન કરવા 24 કલાક તૈયાર છે. અા ઇમાનદાર પ્રયાસથી દેશભરના કિસાનોના અાશીર્વાદ પ્રાપ્ત થયા છે. અા ખેડૂતોના અાશીર્વાદ ભ્રમ ફેલાવનારા અને રાજનીતિક કાવતરૂ કરી ખેડૂતોના ખભા પર બંદૂક ફોડનારાઅોને પરાસ્ત કરશે.

પરંતુ તેવુ ન થયું. અેક વર્ષ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ સમાધાન ન થયું. અને અંતે સરકારને ત્રણેય કૃષિ કાનૂનોને પરત ખેચવાની જાહેરાત કરવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...