નિમણુંક:રાજ્યના પોલીસદળમાં પીઆઇ તરીકે બઢતી પામેલાને વિધિવત અપાઇ નિમણુંક

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છમાંથી બેની બદલી એક બનાસકાંઠાથી આવ્યા, પૂર્વ કચ્છ એકની બદલી એકની પોસ્ટીંગ

તાજેતરમાં ગુજરાત પોલીસ દળમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવા 78 અધિકારીઓની પીઆઇ તરીકે બઢતી અપાઇ હતી. તેઓને વિધિવત પોલીસ ઇન્પેટરના ગ્રેડ સાથે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમં નિમણુંક અપાઇ છે. રાજયના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાએ જાહેર કરેલા આદેશ અનુસાર રાજ્યમાં પોલીસ દળમાં હથિયારધારી સબ ઇન્સપેટરોને તાજેતરમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણુંકનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ વિધિવત પોલીસ ઇન્સ્પેકટર તરીકેનો હુકમ થયો ન હોતો.

જેમાં આજે રાજ્યના પોલી વડાએ પીઆઇ તરીકે નિમણુંક પામેલા અધિકારીઓને વિવિવત નિમણુંકનો ઓર્ડર જારી કરીને પોલીસ મથકોમાં નિમવામાં આવ્યા છે. જેઓની વિધિવત નિમણુંક થઇ છે. તેમાં પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એસ.એમ.ચૌહાણની પીઆઇ તરીકે પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે તો, પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ડી. ઝાલાની પીઆઇ તરીકે બદલી એસઆરપી ટીસી સોરઠ ચોક ખાતે તેમજ બનાસકાંઠામાં ફરજ બજાવતા રાજેન્દ્રકુમાર જે રાતડાને પશ્ચિમ કચ્છમાં પીઆઇ તરીકે મુકાયા છે. જ્યારે પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા જીતેન્દ્ર ભીખાભાઇ રમણાની પીઆઇ તરીકે જુથ-21 બ.ડી પોલીસ મથકે કરવામાં આવી છે. આમ પીઆઇ તરીકે પ્રમોશન મેળવનારાઓને વિધિવત પે-ગ્રેડ સાથે બઠતી સાથે નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...