તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ફાસ્ટેગ નહીં લગાવનારાને હવે ડબલ ટોલ ટેક્સ ચુકવવો પડશે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના 50 ટકા વાહન માલિકોએ હજુ ફાસ્ટેગ લગાવ્યા નથી
  • સામખિયાળી, માખેલ અને સુરજબારી પર સુવિધા પણ ઉપલબ્ધ

ફાસ્ટેગ હોય તેવા વાહન માલિકોને ડબલ ટોલ ભરવો પડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 15મી ફેબ્રુઆરી સુધીની મુદ્દત અપાઇ હતી, જેથી હવે સામખિયાળી, સુરજબારી અને માખેલ ટોલનાકે પસાર થતા વાહનોમાં ફાસ્ટ ટેગ નહીં હોય તો ડબલ ટોલ ચુકવવું પડશે.

નેશનલ હાઇવે ઓથોરીટીના ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોમાં ફાસ્ટટેગ અમલી કરાયું છે. 15મી ફેબ્રુઆરી સુધીની મુદ્દત વાહન માલિકોને અપાઇ હતી. જો કે, કચ્છના હજુ 50 ટકા વાહનોમાં ફાસ્ટ ટેગ નથી ત્યારે આ ત્રણ ટોલ પરથી પસાર થતી વેળાએ ડબલ ટોલ ટેક્સ ચુકવવુ પડશે. સરકાર તરફથી મુદ્દત વધારો કરવામાં આવી હતી જે મુદ્દત આજે પુર્ણ થઇ છે. હવેથી ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહન માલિકોને ડબલ ટોલ ચુકવવાનો વારો આવશે. સામખિયાળી, સુરજબારી અને માખેલ ટોલ પ્લાઝા પર એક ફોરવ્હીલરના 70થી 75 રૂપિયા વસુલાય છે જેથી હવે વાહન માલિકોને 150 રૂપિયાનો ધુબ્બો લાગશે.

અમુક વાહનો તો કચ્છ બહાર જતા નથી
કચ્છના 50 ટકા વાહનોમાં હજુ ફાસ્ટ ટેગ નથી લાગ્યા. અમુક વાહનો તો એવા હોય છે જે શહેરમાં જ ફરતા હોય છે અને જિલ્લો મુકી બહાર જતા નથી. ત્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થવાની નોબત જ ન આવતી હોય તેવા વાહન માલિકોને પોતાના વાહન માટે ફાસ્ટ ટેગ ઇસ્યુ કરાવ્યા નથી. ફાસ્ટ ટેગ લગાવ્યા વગર જિલ્લાની અંદર વાહન ફેરવી શકાય છે. ટોલ પ્લાઝા પર પસાર થતી વેળાએ ડબલ ટોલ ચુકવવુ પડશે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો