પવિત્ર સરોવર-પણ અપવિત્ર લોકો:વિધિ માટે આવતા લોકો પવિત્ર સરોવર દૂષિત કરી જાય છે

નારાયણ સરોવર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક પહેર્યા વિના ફરતા બેજવાબદાર લોકો તીર્થધામોને કોરોનાથી પ્રદુષિત કરશે

કોરોનાની મહામારીના કારણે લાગુ પડેલા લોકડાઉન બાદ બંધ પડેલા તીર્થધામો ધીમે ધીમે યાત્રિકોના પ્રવાહથી ધમધમી રહ્યા છે. કારતક માસ ચાલુ હોવાથી નારાયણ સરોવરમાં દિવસ દરમિયાન યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે. રવિવારના કારતક ચૌદસ તેમજ સોમવારના પૂનમનો વિશેષ મહત્ત્વ હોવાથી ધાર્મિક ક્રિયા કરનારા ભાવિકો બહોળી સંખ્યામાં નારાયણ સરોવર કિનારે પિતૃતર્પણ કરવા માટે આવે છે. મોટાભાગના યાત્રિકો જાણતા-અજાણતા વિધિ દરમિયાન ઉપયોગમાં લીધેલા કપડાં સરોવર કિનારે મૂકી જાય છે તેમજ અન્ય સામગ્રીઓ સરોવરમાં પધરાવી દે છે અથવા કિનારે જ મૂકીને જતા રહે છે.

ભાવિકો સમજદારીપૂર્વક સામગ્રીનો યોગ્ય નિકાલ કરે તો સરોવર કિનારો સાફ સુથરો રહે અને આવતા અન્ય ભાવિકો પણ સરોવર કિનારે સ્વચ્છતા સાથે પૂજા કરી શકે. હાલના સમયમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે તે દરમિયાન મોટાભાગના યાત્રિકો કોરોના પ્રત્યે બેદરકાર જણાઈ રહ્યા છે. માસ્ક પહેર્યા વિના બિન્દાસ ફરતા જોવા મળી રહ્યા છે. કોઈ ટકોર કરે ત્યારે અથવા ફરજિયાત લાગે ત્યારે જ માસ્ક પહેરતા હોય છે.

પ્રશાસન સતત માસ્ક પહેરવા પર જોર દઈ રહ્યો છે ત્યારે લોકો કોરોનાની ગંભીરતાને ન સમજતા અમુક જાગૃત લોકોએ જણાવ્યું હતું કે નારાયણ સરોવર-કોટેશ્વરમાં માસ્ક વગર તેમજ અડધા માસ્ક પહેરેલા દેખાતા લોકોને નારાયણ સરોવર અન્નક્ષેત્ર ભોજનાલયમાં અથવા ગૌશાળામાં ગાયોને ઘાસ ચારા આપવા માટે બે-બે કલાક સુધી મહેનત કરાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...