તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • This Young Lady Keeps A 500 Year Calendar In Her Mind From The Age Of Eight, How Many Times Will She Come On Any Date Of Any Year: Let's Recognize This Kutch Calendar Talent ..

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદભૂત કાર્ય:આઠ વર્ષની વયથી 500 વર્ષનું કેલેન્ડર મોઢે રાખે છે આ યુવતી, કોઇપણ વર્ષની કોઇપણ તારીખે કયો વાર આવશે તે મોઢે : ઓળખીએ આ કચ્છ કેલેન્ડર પ્રતિભાને..

ભુજ5 મહિનો પહેલાલેખક: સુનિલ માંકડ
  • કૉપી લિંક

2077નું સંવત વર્ષ શરૂ થઇ ગયું, અંગ્રેજી 2021નું વર્ષ પણ દોઢ મહિના પછી શરૂ થશે ત્યારે વર્ષના પહેલા મહિનાનો પહેલો દિવસ શુક્રવાર હશે એટલે જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે કયો વાર હશે તે આપણને કહેતાં વાર ન લાગે, પણ કોઈ અચાનક એમ પૂછે કે ૨૦૨૩માં મે મહિનાની ૨૭ તારીખે કયો વાર હશે? તો આપણે માથું ખંજવાળીએ.. આવતા વર્ષ તો શું આ વર્ષના મહિનાની કોઇ તારીખનો વાર નક્કી કરવા આપણે ગણતરીઓ કરવી પડે.પણ જો કોઇપણ વર્ષના કોઇપણ મહિનાની કોઇપણ તારીખે કયો વાર આવશે તે ફટ કરીને કોઇ કહી દે તો માની શકાય ખરું?ચોંકવાની જરૂર નથી.

કચ્છની એક યુવતી આવું કેટલાય વર્ષોથો ક્ટાફટ કરતી આવી છે. નામ એનું હેલી બેચરભાઇ પ્રજાપતિ. હેલી ૫૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે રાખી ફરે છે એટલું જ નહીં રોજબરોજની માહિતી પણ યાદ રાખી શકે છે. માત્ર પોતે જ આવું યાદ રાખે છે એવું નથી એ બધાંને શીખવી પણ શકે છે. માઇક્રોબાયોલોજી વિષયમાં સ્નાતક થયલી હેલી અભ્યાસકાળ દરમ્યાન જ દર ડિસેમ્બર મહિનામાં શાળાના સહાધ્યાયીઓને અને કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને કલેન્ડર યાદ રાખવાનું શીખવતી. કોના પાસેથી શીખ્યો આ કસબ ? એવું હેલીને પૂછીએ તો એ અનેક તારીખોની આંટીઘૂંટી બતાવે અને પછી ગર્વથી કહે છે કે આમ તો કેલેન્ડરનો ઇતિહાસ હું મારા દાદા રામજીભાઇ પ્રજાપતિ પાસેથી શીખી છું. મારા પિતાજી બેચરભાઈ પણ મમુઆરા ગામે શિક્ષક છે અને તેઓ પણ છેલ્લા ૨૫ વર્ષથો કેલેન્ડર યાદ રાખવાનું શીખવી રહ્યા છે. આ વિષયમાં રસ પડવાનું કારણ એ કે મારા પ્રિય વિષય હતા અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કોપ્યુટર અને કેલેન્ડર. કેલેન્ડરને હું મારો આઠમો વિષય જ માનતી. પાંચમા ધોરણમાં હતી ત્યારથી કેલેન્ડર મોઢે રાખવાનું શીખી હતી. મેં મારી આ આવડત બધાંને શીખવવાનું પણ શરૂ કર્યું. હવે તો હું બાયસેગ ટુડીઓ અને સાયન્સ ફેરમાં પણ કેલેન્ડર વર્ષને મોઢે યાદ રાખવાની સરળ અને ઝડપી રીત શીખવું છું.

અન્યને શીખવવા માટે હું દર વર્ષની તિથિ વિશે, તારીખ અને તિથના સમન્વય વિશે માહિતી આપું છું. કેલેન્ડરની રોજબરોજની ઉપયોગિતા વિશે સૌને માહિતગાર કરું છું. વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકોને હું દર વર્ષે ૧ જાન્યુઆરીના પ્રતિભા માઇક્રો કેલેન્ડર ભેટ આપું છું. કેલેન્ડરના ઇતિહાસ વિશે પણ માહિતી આપું છું.

કચ્છ અને ગુજરાતમાં કેલેન્ડર પ્રતિભા તરીકે જાણીતી થયેલી હેલી કહે છે કે અત્યારે મને ઇ.સ.૧૮૦૧ થી ૨૩00 સુધીનું ૫૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે છે. આ ૫૦૦ વર્ષોની ૧,૮૨,૫૦૦થી વધ તારીખો ના વાર મોઢે છે. ૫૦૦ વર્ષોની કોઇપણ તારીખનો વાર હું મોઢે કહી શકું છું. સંભવતઃ ૫૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે હોય તેવી હેલી ભારતભરમાં પ્રથમ છે. એ કચ્છનું ગૌરવ કહેવાય.

આટલા વર્ષોમાં જ્ઞાતિ, સમાજ, શૈક્ષણિક સંસ્થાઓ, રાજયના અધિકારી, પદાધિકારીઓથી અનેક વખત સન્માનિત થઇ ચૂકેલી હેલી પોતાનું નવા વર્ષનું પ્રતિભા કેલેન્ડર માનનીય વડાપ્રધાનશ્રી અને આપણા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ મોકલાવી ચૂકી છે. વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ૧૮૨ વિધાનસભ્યોની રાશિ પ્રમાણે યાદી બનાવીને પણ તેમને મોકલી હતી. મોદી સાહેબ કચ્છ આવે ત્યારે તેમને પોતે તૈયાર કરેલું પ્રતિભા કેલેન્ડર રુબરુ આપવા ઇચ્છતી હેલી કહે છે કે તેઓ જ્યારે મને બિરદાવશે ત્યારે એ મારી જિંદગીની સૌથી યાદગાર ઘડી હશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો