ભાસ્કર ઈમ્પૅક્ટ:પાન્ધ્રો આઇટીઆઇમાં ઇસ્યુ થયેલા 30 ટકા લર્નિંગ લાયસન્સ રદ્દ થશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનર કક્ષાઅેથી લાયસન્સની વિગતો મંગાવાયા બાદ ગેરરીતિ જણાય તે રદ્દ કરવા આદેશ થયો
  • 90 ટકા પરિણામ આવતંુ હોવાથી ગેરરીતિ થતી હોવાની આશંકા દર્શાવાઇ હતી

વાહન ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આઇ.ટી.આઇ.માંથી લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે, પાન્ધ્રોની આઇ.ટી.આઇ.માં નીકળતા લર્નિંગ લાયસન્સમાં ગેરરિતી થતી હોવાની આશંકા દર્શાવાઇ હતી. ગત જુલાઇ માસમાં પ્રકાશિત કરાયેલા અહેવાલ બાદ કમિશનર કક્ષાઅેથી તપાસના આદેશ વછૂટયા હતા, અંતે 30 ટકા જેટલા લર્નિંગ લાયસન્સ રદ્દ કરવાનો આદેશ થયો હતો.

ગત જુલાઇ માસમાં દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત કરી આશંકા દર્શાવાઇ હતી કે, જિલ્લાની તમામ અાઇ.ટી.અાઇ.નું પરીણામ 65થી 70 ટકા છે, જયારે પાન્ધ્રો આઇ.ટી.અાઇ.માં લર્નિંગ લાયસન્સનું પરિણામ 90 ટકા છે. 3જી જુનથી 29 જુન સુધી પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં 167 અરજદારોઅે પરીક્ષા અાપી હતી જેમાંથી 22 અરજદારો જ નાપાસ થયા હતા. અામ અન્ય અાઇ.ટી.અાઇ. કરતા પરીણામ વધારે હોવાથી ગેરરિતીની અાશંકા દર્શાવતો અહેવાલ પ્રકાશિત થયા બાદ કમિશનર કક્ષાઅેથી તપાસના અાદેશ વછૂટયા હતા. અાર.ટી.અો. કચેરી તરફથી તપાસ અાદરી કુલ 2100થી વધુ લાયસન્સ ઇસ્યુ થયા હોવાનો અહેવાલ તૈયાર કરાયો હતો. દરમિયાન 500થી વધુ લાયસન્સ રદ્દ થાય તેવી સંભાવના છે.

અાંતરીક સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, કમિશનર કક્ષાઅેથી અાદેશ થયો છે કે જે લાયસન્સમાં ગેરરિતી જણાય તે તમામ લાયસન્સને રદ્દ કરવામાં અાવે. નોંધનીય છે કે, અગાઉ ગાંધીધામના વેસ્ટર્ન ઇન્ડિયા અોટોમોબાઇલ અેસોસિઅેશનના સેન્ટરમાં ગેરરિતી થતા લાયસન્સ રદ્દ તેમજ સેન્ટરને તાળા લાગ્યા હતા.

અરજદારોના અેડ્રેસની ચકાસણી થાય તો ચિત્ર ઉપસી અાવે
પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં લર્નિંગ લાયસન્સ મેળવવા માટે કચ્છભરમાંથી અરજદારો જતા હતા, કોમ્પ્યુટર પરીક્ષામાં પાસ ન થાય તેવા અરજદારોને સ્થાનિકે અેક અેજન્ટ 1200થી 1500 રૂપિયા લઇ પાસ કરાવી અાપતો હતો. અામ રિપોર્ટમાં અરજદારોના અેડ્રેસની ચકાસણી કરાય તો દુધનુ દુધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે. લખપત કે અાસપાસના ગામડામાં રહેતા અરજદારો પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં જઇ શકે તે વાત સમજી શકાય પણ ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા-માંડવીના અરજદારો ત્યાં પરીક્ષા અાપવા માટે પહોંચે તે વાત ગળે ઉતરે તેમ ન હતી.

અન્ય સમાચારો પણ છે...