• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • These 35 Places Also Became World Heritage, Along With Dholavira And Ramappa Temples, These Monuments Will Also Become World Famous.

વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ:આ 35 સ્થળો પણ બન્યા વિશ્વ વિરાસત, ધોળાવીરા અને રામપ્પા મંદિરની સાથે આ સ્મારકો પણ વિશ્વ વિખ્યાત બનશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષની યાદી એક સાથે જાહેર કરાઇ : નવા સ્થળોમાં 29 સાંસ્કૃતિક, 5 પ્રાકૃતિક વિરાસત : જ્યારે 3 વિરાસતની સીમા વધારવામાં આ​​​​​​​વી

ચીનમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સેન્ટરની મળેલી 44મી બેઠકમાં વર્ષ 2020 અને 2021 માટે બે વર્ષા વિશ્વ વિરાસત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતના ધોળાવીરા અને તેલંગણાના રામપ્પા મંદિરની સાથે અન્ય 35 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કુલ સ્થળોમાં 29 સાંસ્કૃતિક, 5 પ્રાકૃતિ વિરાસત બન્યા હતા. જ્યારે 3 વિરાસતની સીમા વધારવામાં આવી હતી. આ સ્થળોમાં પ્રાચીન મંદિરોની સાથે મસ્જિદો અને ચર્ચનો પણ સમાવેશ થાય છે તો શહેરો, જંગલો અને ટ્રેનોનો પણ સમાવેશ કરાયો છે.

આર્સલાન્ટેપ માઉન્ડએ પુરાતત્વીય ટેકરો -તુર્કી
આર્સલાન્ટેપ માઉન્ડએ પુરાતત્વીય ટેકરો છે. જે યુફ્રેટિસ નદીથી 12 કિમીએ માલાત્ય મેદાનમાં સ્થિત છે.

ચાંકીલો આર્કિયોસ્ટ્રોનોમિકલ પ્રાગૈતિહાસિક કોમ્પ્લેક્સ-પેરુ
આ કોમ્પ્લેક્સ એક પ્રાગૈતિહાસિક સ્થળ છે, જે પેરુના ઉત્તર-મધ્ય કિનારે કાસ્મા ખીણમાં સ્થિત છે.

પરોપકારી વસાહતો બેલ્જિયમ-નેધરલેન્ડ
આંતરરાષ્ટ્રીય સીરીયલ મિલકત સાથે સાંસ્કૃતિક લેન્ડસ્કેપ્સમાં ચાર વસાહતોનો સમાવેશ થાય છે.

એટલાન્ટિક મહાસાગરમા કોર્ડોન દીવાદાંડી-ફ્રાન્સ
લાઇટહાઉસ એટલાન્ટિક મહાસાગરમાં છે. જે 16મી અને 17મી સદીના વળાંક પર બ્લોક્સમાં બાંધવામાં આવ્યું હતું.

રોમન સરહદો : ઓસ્ટ્રિયા, જર્મની-સ્લોવાકિયા
આ સ્થળો સમગ્ર રોમન સામ્રાજ્યની ડેન્યુબ સરહદના લગભગ 600 કિમીને આવરી લે છે.

19મી સદીની માથિલડેન્હોહે ડાર્મસ્ટેટ-જર્મની
ડાર્મસ્ટાડ આર્ટિસ્ટ્સ કોલોનીની સ્થાપના 1897માં અર્નેસ્ટ લુડવિગ, ગ્રાન્ડ ડ્યુક ઓફ હેસી દ્વારા કરવામાં આવી હતી.

પદુઆની ચૌદમી સદીના ભીંત ચિત્રો-ઇટાલી
ઐતિહાસિક દિવાલવાળા શહેર પદુઆમાં આઠ ધાર્મિક અને બિનસાંપ્રદાયિક બિલ્ડિંગ સંકુલથી બનેલું છે.

પાસેઓ ડેલ પ્રાડો અને બ્યુન રેટિરો -સ્પેન.
મેડ્રિડમાં આવેલું સુંદર સ્થળ છે. અહીં 16મી સદીમાં 200-હેક્ટરનું સાંસ્કૃતિક લેન્ડસ્કેપ વિકસ્યું.

ક્વાનઝોઈ સોંગ-યુઆન એમ્પોરિયમ-ચીન
આ સાઇટ સોંગ અને યુઆન સમયગાળા દરમિયાન દરિયાઇ સામ્રાજ્ય તરીકે શહેરની વાઇબ્રન્સીને દર્શાવે છે.

રોસિયા મોન્ટાની માઇનિંગ લેન્ડસ્કેપ-રોમાનિયા
અપુસેની પર્વતોની ધાતુ શ્રેણીમાં સ્થિત છે. રોસિયા મોન્ટાને સમયે તે સૌથી નોંધપાત્ર ગોલ્ડ માઇનિંગ સંકુલ હતું.

સેટીઓ રોબર્ટો બર્લે માર્ક્સ-બ્રાઝીલ
રિયો ડી જાનેરો શહેરની પશ્ચિમમાં સ્થિત છે.મૂળ છોડનો ઉપયોગ કરીને અને આધુનિકતાવાદી વિચારો રજૂ કરે છે.

યુરોપના આંતરરાષ્ટ્રીય 11 ગ્રેટ સ્પા ટાઉન્સ
યુરોપના ધ ગ્રેટ સ્પા ટાઉન્સની આંતરરાષ્ટ્રીય સાઇટમાં યુરોપના 11 શહેરોનો સમાવેશ થાય છે.

ચર્ચ ઓફ એટલાન્ટિડા સ્થાપત્ય- ઉરુગ્વે
આ બેલ્ફ્રી અને ભૂગર્ભ બાપ્ટિસ્ટ્રી સાથે મોન્ટેવિડિયોથી 45 કિમી દૂર એસ્ટાસીન એટલાન્ટીડામાં સ્થિત છે.

સમુદ્ર અને પર્વતોને જોડતી ટ્રાન્સ ઈરાની રેલવે-ઈરાન

આ રેલવે કેસ્પિયન સમુદ્રને પર્શિયન ગલ્ફ સાથે બે પર્વતમાળાઓ,નદીઓ,, જંગલો અને મેદાનોને સાંકળે છે.

હિમા સાંસ્કૃતિક વિસ્તાર - સાઉદી અરેબિયા

તે અરેબિયાના શુષ્ક, પર્વતીય વિસ્તારમાં સ્થિત છે. અરબી દ્વીપકલ્પના પ્રાચીન સ્થળોમાંથી એક છે.

પ્રકૃતિનો ખજાનો કુદરતી ટાપુઓ-જાપાન

અમામી-ઓશિમા ટાપુ, ટોકુનોશિમા દ્વીપ, ઓકિનાવા ટાપુનો ઉત્તરીય ભાગ અને ઇરિઓમોટ ટાપુ પર સ્થિત છે.

કોલ્ચિક રેઇનફોરેસ્ટ્સ અને વેટલેન્ડ્સ -જ્યોર્જિયા

સ્થળ કાળા સમુદ્રના સમશીતોષ્ણ અને ભેજવાળા દરિયાકાંઠે કોરિડોરની અંદરનો ભાગોનો સમાવેશ થાય છે.

ગેટબોલ, કોરિયન ટાઇડલ ફ્લેટ્સ -કોરિયા પ્રજાસત્તાક

કોરિયા પ્રજાસત્તાકના દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ કિનારે પૂર્વ પીળા સમુદ્રમાં સ્થિત આ સાઇટમાં ચાર ઘટક ભાગો છે.

કાએંગ ક્રચન ફોરેસ્ટ કોમ્પ્લેક્સ -થાઇલેન્ડ
ટેનાસેરીમ પર્વતમાળા પર સ્થિત છે, જે ઉત્તર-દક્ષિણ ગ્રેનાઈટ અને ચૂનાના પહાડી પર્વતમાળાનો એક ભાગ છે.

ડચ વોટર ડિફેન્સ લાઇન્સ -નેધરલેન્ડ
આ નવી લાઇન્સ- ઇમારતો એમ્સ્ટરડેમ વર્લ્ડ હેરિટેજ સાઇટની હાલની ડિફેન્સ લાઇનમાં નવી ડચ વોટરલાઇન ઉમેરે છ.ે

ઐતિહાસિક એજ સોલ્ટ શહેર - જોર્ડન
પશ્ચિમ-મધ્ય જોર્ડનના બાલ્કા હાઇલેન્ડમાં નજીકથી અંતરવાળી ટેકરીઓ પર બાંધવામાં આવ્યું હુતં.

હવરમન/ઉરામાનતનું સાંસ્કૃતિક લેન્ડસ્કેપ- ઈરાન
હાવરામન/ઉરમાનાતનું દૂરસ્થ અને પર્વતીય લેન્ડસ્કેપ હાવરામી લોકોની પરંપરાગત સંસ્કૃતિની સાક્ષી આપે છે.

રોમન સામ્રાજ્યની સરહદો -જર્મની-નેધરલેન્ડ
જર્મનીના રેનિશ માસિફથી નેધરલેન્ડના ઉત્તર સમુદ્ર કિનારે સુધી લોઅર રાઇન નદીના ડાબા કિનારે આ સ્થળો છે.

ઉત્તર જાપાનમાં જોમોન પ્રાગૈતિહાસિક સાઇટ્સ
આ મિલકતમાં 17 પુરાતત્વીય સ્થળો, ઉત્તરીય ટોહોકુ પર્વતો અને મેદાનો સુધીના સ્થળોનો સમાવેશ થાય છે.

નાઇસ : રિવેરાનું વિન્ટર રિસોર્ટ ટાઉન -ફ્રાન્સ
નાઇસ શહેર આબોહવા અને આલ્પ્સની તળેટીમાં દરિયા કિનારાના સ્થાનને કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

લેક વનગા અને વ્હાઇટ સીના પેટ્રોગ્લિફ્સ-રશિયા
આ સાઇટ 6 થી 7 હજાર વર્ષ પહેલા ખડકોમાં કોતરવામાં આવેલી 4,500 પેટ્રોગ્લિફ ધરાવે છે.

ચિંચોરો સંસ્કૃતિનું કૃત્રિમ મમીકરણ -ચિલી
આ સંસ્કૃતિના લોકો ઉત્તર ચીલીમાં અટાકામા રણના શુષ્ક અને પ્રતિકૂળ ઉત્તરીય કિનારે રહેતા હતા.

સ્પીયર, વોર્મ્સ અને મેઈન્ઝની સાઇટ્સ -જર્મની

અપર રાઈન વેલીમાં સ્પીયર, વોર્મ્સ અને મેઈન્ઝના ભૂતપૂર્વ ઈમ્પીરીયલ કેથેડ્રલ શહેરોમાં સ્થિત છે.

ઉત્તરી મસ્જિદો -કોટ ડી આઇવોર ( આઇવરી કોસ્ટ)

આઠ નાની એડોબ મસ્જિદોનો સમાવેશ થાય છે. લાકડા, માટીકામની લાક્ષણિકતા ધરાવે છે.

12મી સદીના બોલોગ્નાના પોર્ટિકોઝ (ઇટાલી)

આ પ્રોપર્ટીમાં 12 ઘટક ભાગોનો સમાવેશ થાય છે. જેમાં 12 મી સદીથી અત્યાર સુધીના સમાવેશ થાય છે.

નોર્થવેસ્ટ વેલ્સનું સ્લેટ લેન્ડસ્કેપ- બ્રિટન, આયર્લેન્ડ

ખીણોના પરંપરાગત વાતાવરણમાં આૈદ્યોગિક સ્લેટ ઉત્ખનન અને ખાણકામ લાવેલા પરિવર્તનને દર્શાવે છે.

જોએ પ્લેનિકની કૃતિઓ - માનવ ડિઝાઇન - સ્લોવેનિયા

પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે માનવ કેન્દ્રિત શહેરી ડિઝાઇનનું ઉદાહરણ રજૂ કરે છે.

વિષુવવૃત પર આઇવિન્ડો નેશનલ પાર્ક -ગેબોન

ઉત્તરી ગેબોનમાં વિષુવવૃત્ત પર સ્થિત મોટે ભાગે નૈસર્ગિક સ્થળ બ્લેકવોટર નદીઓના નેટવર્ક છે.

પ્રારંભિક 16 મી સદીના મઠ- મેક્સિકો

આ સ્થળ મેક્સિકોના ઇવેન્જેલાઇઝેશન અને વસાહતીકરણ માટે શરૂ કરાયેલા પ્રથમ બાંધકામ કાર્યક્રમનો એક ભાગ છે.

કાર્પેથિયનો અને યુરોપના પ્રાચીન બીચ જંગલો

અલ્બેનિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બોસ્નિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોમાં છે.

અન્ય સમાચારો પણ છે...