તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગુલાબી ધોમડાની વસાહત નષ્ટ કરવા મુ્દ્દે હાઇકોર્ટમાં PIL થશે

ભુજ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કંપની, કાઢવાંઢ સરપંચ સહિતનાઓની મીલી ભગત
 • ગંભીર મામલે વન વિભાગ દ્વારા ઢાંક પિછોડાનો આક્ષેપ

કચ્છમાં પ્રથમ વખત પ્રજનન માટે આવેલા ગુલાબી ધોમડાની વસાહતના કચ્ચરઘાણ મુદ્દે વન વિભાગ દ્વારા આરોપીઓને છાવરી, ઢાંક પિછોડો કરાતો હોવાના ગંભીર આક્ષેપ સાથે આ મુદ્દે રાજ્યની વડી અદાલતમાં પી.આઇ.એલ. કરવામાં આવશે. ગંભીર મામલે મહેશ આઇ. પંડ્યાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઘડુલી-સાંતલપુર રોડના કામમાં એમ.કે.સી. ઇન્ફ્રા કંપની અને કાઢવાંઢ સરપંચ સહિતનાઓની મીલીભગતથી ગુલાબી ધોમડોની વસાહતનો નાશ કરાયો છે.

આ મુદ્દે જાણીતા પક્ષીવિદ નવીન બાપટે પણ પ્રારંભે 5 હજાર ઇંડા અને 5 હજાર બચ્ચા મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યા બાદ વન વિભાગના દબાણથી તે જ દિવસે સાંજે ફેરવી તોડ્યું હતું અને માત્ર 3 ઇંડા અને 12 બચ્ચાં મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા આરોપીઓને છાવરમાં આવે છે અને વન ખાતું અને સંબંધિતો વચ્ચે મોટાપાયે વ્યવહાર થયો હોવાનો ગંભીર આક્ષેપ પંડ્યાએ કર્યો છે.

‘ગુલાબી ધોમડો’ની એક વર્ષની નવી જનરેશનને બરબાદ કરનારાને સખત સજા થાય તે માટે હાઇકોર્ટમાં પી.આઇ.એલ. કરાશે. દેશ-વિદેશની વાઇલ્ડ લાઇફ સંસ્થાઓ, દેશની પક્ષી સંરક્ષણ સંસ્થાઓને સાથે રાખી આ ગંભીર મામલે સરકારની ઉચ્ચ સંસ્થાઓ દ્વારા યોગ્ય તપાસ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે એમ પંડ્યાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો