માંગ:હંગામી બસ સ્ટેશનમાં 1 સપ્તાહમાં પાકીટ મારીના 12 બનાવો બન્યા!

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાસપાસના રહેવાસીઅોની પણ પોલીસ ચોકીની માંગ
  • પોલીસ અને એસટી સતાવાળા યોગ્ય પગલાં લે તેવી અપેક્ષા

ભુજ શહેરમાં મંગલમ ચાર રસ્તેથી ગાયત્રી મંદિર જતા વચ્ચે સેન્ટ્રલ અેસ.ટી. બસ સેન્ટર અાવેલું છે, જેમાં અેક જ સપ્તાહમાં પાકીટ મારીના 12 બનાવો બની ગયા છે. અામ છતાં સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસી શંકાસ્પદ વ્યક્તિઅોને પોલીસ હવાલે કરવાની તસદી લેવાઈ નથી, જેથી લોકોમાં અેસ.ટી. તંત્ર પ્રત્યે ફરિયાદની લાગણી જન્મી રહી છે.

જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં અેસ.ટી. ડેપોઅે દિવસે અને મોડી રાત સુધી લોકોની સતત ચહલ પહલ રહેતી હોય છે, જેથી ગુનાહિત માનસિકતા ધરાવતી વ્યક્તિઅોનો અેસ.ટી. ડેપોમાં પડાવ રહેતો હોય છે. અાસપાસની વસાહતના લોકો પણ અવારનવાર અસામાજિક તત્ત્વોના કૃત્યોથી ભુજ અેસ.ટી. ડેપોમાં પોલીસ ચોકીની જરૂરિયાત ઉપર ભાર મૂકી રહ્યા છે. જેને ઉચિત ઠરાવતી ઘટનાઅો બનતી હોય છે.

અામ છતાં અેસ.ટી. તંત્રઅે અે દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી. 31મી ડિસેમ્બર શુક્રવારે ભુજથી નલિયા વાયા તેરા બિટ્ટા ઈન્ટરસીટી બસમાં બપોરે અેક વાગે અબડાસા તાલુકાના લાખણિયા ગામમાં જવા નીકળેલા યુવાનના ખિસ્સામાંથી કોઈઅે બસમાં ચડતી વખતે પાકિટ સેરવી લીધી હતી. યુવાન બીમાર પત્નિની દવા લઈને પરત ઘરે જઈ રહ્યો હતો અને પાકિટમારે ખિસ્સામાંથી પાકિટ સેરવી લેતા યુવાન પાસે ટિકિટ કઢાવવા જેટલા પણ પૈસા રહ્યા ન હતા, જેથી મુજવણમાં મૂકાયો હતો.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં જ 12 જેટલી પાકીટ મારીની ઘટના બની ચૂકી છે. અહીં સવાલ અે છે કે, અેસ.ટી. તંત્ર દ્વારા અાવી ઘટનાઅો બાદ સી.સી.ટી.વી. કેમેરા તપાસી શંકાસ્પદ વ્યક્તિની હિલચાલની પોલીસ તંત્રને જાણ કરવામાં કેમ નથી અાવતી. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા, અેસ.ટી. વિભાગીય નિયામક અને ડેપો મેનેજર ગંભીરતા સમજી અે દિશામાં યોગ્ય પગલાં લે અેવી લોક લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...