રિયાલીટી ચેક:શેખપીર ચેકપોઇન્ટ પર ખેરખર ચેકિંગ ન થયું, તપાસના રિપોર્ટમાં સમર્થન મળ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરના રિયાલીટી ચેક બાદ અારટીઅો દ્વારા તપાસના અાદેશ વછુટયા હતા
  • 40 કલાકમાંથી માત્ર અડધો કલાક જ ચેકિંગ કરાયું : 2500ની સરકારી અાવક રળી

બે સપ્તાહ પૂર્વે દિવ્ય ભાસ્કર દ્વારા અાર.ટી.અો.ના શેખપીર ચેકપોઇન્ટ પર રિયાલીટી ચેક કરાયું હતું, જેનો અહેવાલ પ્રકાશિત થયા બાદ અાર.ટી.અો. તરફથી તપાસના અાદેશ વછુટયા હતા. તપાસ સમિતિઅે સબમીટ કરેલા રિપોર્ટમાં ખરેખર અાર.ટી.અો.ના ચેકપોઇન્ટ પર ચેકિંગ થયુ ન હોવાની વાતને સમર્થન મળ્યું હતું. શનિવારથી બુધવાર સુધીના રિયાલીટી ચેકના 40 કલાકમાં માત્ર બે દિવસમાં જ મેમો ઇસ્યુ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે તો અા બે મેમોમાં સરકારને 2500 રૂપિયાની અાવક રળી અપાઇ છે.

ગત 28 અોગસ્ટ શનિવારથી તા. 1 સપ્ટેમ્બર બુધવાર સુધી બીજી શિફટની 40 કલાકની ડયુટી દરમિયાન અેક કલાક પણ ચેકપોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાયું નથી તે અંગે રિયાલીટી ચેક કરી અહેવાલ પ્રકાશિત કરાયો હતો. પ્રથમ શિફટમાં હાલ મહિલા અધિકારીને ફરજ સોંપવામાં અાવી હતી તો ત્રીજી શિફટમાં ઇન્સ્પેકટર બળદવે ઠાકોરને અને બીજી શીફટમાં અાર.ટી.અો. ઇન્સ્પેકટર નવીન દેવજી પટેલને ફરજ સોંપવામાં અાવી હતી. નવીન પટેલ તરફથી શનિવારથી બુધવાર સુધી ચેકિંગ જ કરાયું ન હોવા અંગે અહેવાલ પ્રકાશિત થયા બાદ અાર.ટી.અો. ચિંતનભાઇ પટેલ તરફથી તપાસના અાદેશ વછુટયા હતા.

શનિવારથી બુધવાર સુધીના 40 કલાક દરમિયાન શનિવાર અને રવિવાર અેમ બે દિવસ બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન અેક-અેક મેમો ઇસ્યુ થયેલા છે જે સામાન્ય નિયમ ભંગના હોવાથી શનિવારે 1500 અને રવિવારે 1000 રૂપિયાના બે મેમો બે દિવસમાં તેમની અાઇ.ડી.માંથી ઇસ્યુ થયેલા છે. તો સોમવાર, મંગળવાર અને બુધવાર ત્રણેય દિવસ તેમની અાઇ.ડી.માંથી અેકેય મેમો ઇસ્યુ થયેલો નથી જેથી તેમના તરફથી કોઇ ચેકિંગ જ કરાયું ન હોવાનું ચિત્ર ઉપસી અાવ્યું છે. અા તમામ હકીકત તપાસ સમિતિઅે પોતાના રિપોર્ટમાં અાર.ટી.અો.ને રજૂ કરી હોવાનુ જાણવા મળ્યું છે.

સામાન્ય મેમો બનાવી હાજરી પુરાવી દેવાઇ
શેખપીર ચેકપોઇન્ટ પરથી સેંકડો વાહનો અાર.ટી.અો.ના નિયમનું ભંગ કરી પસાર થતા હોય છે પણ અાર.ટી.અો. તંત્રની મીઠીનજર હોવાથી તેમના પર કોઇ ધાક બેસાડતી કાર્યવાહી કરાતી નથી. ઇન્સ્પેકટર તરફથી લાઇન ચલાવાતી હોવાથી ચેકિંગમાં જ નીકળતા નથી. તો ચેકિંગમાં હાજરી પુરાવવા માટે સપ્તાહમાં અેકાદ દિવસ ચેકપોઈન્ટ પર જઇ સીટબેલ્ટ અને નંબર પ્લેટ અથવા પીયુસીનો મેમો ઇસ્યુ કરી પોતાની હાજરી પુરાવતા હોય છે. અા કિસ્સામાં પણ કંઇક અેવું જ બન્યું છે કેમ કે, શનિવાર અને રવિવારે બપોરે ઇસ્યુ થયેલા મેમો સામાન્ય કલમના ભંગ તળે ઇસ્યુ થયેલા છે જેની કિંમત 1000 અને 2500 રૂપિયા છે. અામ, ઇન્સ્પેકટરે પોતાની બે દિવસ હાજરી પુરાવવા માટે સામાન્ય મેમો બનાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...