ઉત્સુક્તા:પરિણામ જાણવા લોકોમાં ભારે ઉત્સુક્તા દેખાઇ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીની આજે મતગણતરી દરમિયાન ન માત્ર અબડાસા વિસ્તારના, બલકે સમગ્ર કચ્છના લોકોમાં પરિણામ જાણવાની ભારે ઉત્સુકતા હતી, ચૂંટણી પૂર્વે ભારે રસાકસીવાળી લાગતી આ બેઠકના પરિણામ પર કચ્છના મોટા ભાગના લોકો મીટ માંડી બેઠા હતા. જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ મોટા અબડાસા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કોણ સંભાળશે તેની અટકળો ચાલતી હતી. બપોરે પ્રદ્યુમનસિંહ જાડેજા વિજયી બનતા લોકોની ઉત્સુકતાનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...