હાલાકી:લખપતના ગામડામાં વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા જ નથી

નારાયણ સરોવરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવના જોખમે ખાનગી વાહનમાં શાળાએ જતાં છાત્રો

કોરોના અોછો થયો, શાળાઅો ખુલી, પણ સરહદી વિસ્તારમાં હજુ પણ બાળકો સવાર થાયને સ્કુલ પહોંચવા મથમણ કરતા જોવા મળે છે. લખપત તાલુકાના પિપર, રોડાસર, તહેરા સહિતના ગામોમાં છોકરા-છોકરીઅો નારાયણ સરોવર અભ્યાસ માટે અાવે છે. પણ અા વિસ્તારમાં અેસટીની સુવિધા જ નથી. માટે તેમને નાછૂટકે ખાનગી વાહનોમાં જીવના જોખમે અાવવું પડે છે.

ખાનગી વાહનોમાં જગ્યા ના હોતા બહાર લટકીને પણ શાળાએ બાળકો જઇ રહ્યા છે. તેના સિવાય કોઇ વિકલ્પ જ નથી. નારાયણ સરોવરના અગ્રણી સુમાર મહેશ્વરીઅે જણાવ્યું કે પીપર અને અસપાસના ગામોના 20થી વધારે વિદ્યાર્થીઅો અભ્યાસ અર્થે અહીં અાવે છે પણ અાઝાદીના સાત દાયકા થયા પણ અા વિસતારમાં અેસટીની સુવિધા હજુ પણ નથી. અા ગામોના બાળકો માટે વાહનની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં અાવે તેવી માંગ કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...