તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની તાકીદ સાથે સ્પષ્ટતા:કોરોનાથી અવસાનના કિસ્સામાં 4 લાખની સહાયની કોઇ યોજના નથી

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરમાર્ગે દોરતાં બનાવટી અરજીપત્રકથી સાવધ રહેવા તંત્રની તાકીદ સાથે સ્પષ્ટતા કરાઇ

કોરોનાથી મૃત્યુના કિસ્સામાં 4 લાખની સહાય મળતી હોવાની અરજી સોશિયલ મીડિયામાં વહેતી થતાં અાવી કોઇ સહાય યોજના અમલમાં ન હોવાની જિલ્લાના વહીવટી તંત્રઅે સ્પષ્ટતા કરી છે. જો કોઇ વ્યક્તિ કોવિડ-19ના સંક્રમણથી અવસાન પામે તો તેને રૂ.4 લાખની સહાય મળશે તેવું અરજીપત્રક હાલમાં સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે તંત્રઅે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલે સામાન્ય નાગરિક જો કોરોનામાં અવસાન પામે તો સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (SDRF) હેઠળ આ પ્રકારની કોઇ સહાય આપવાની જોગવાઇ નથી.

વધુમાં આ અરજીપત્રકને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોઅે પણ બનાવટી હોવાનું કહ્યું છે. કોરોના મહામારી વચ્ચે વહેતા થયેલા અરજીપત્રકથી કચ્છના લોકોને ગેરમાર્ગે ન દોરાવવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે, સોશિયલ મીડિયા મારફતે અનેક લોકો લોભામણી જાહેરાતો થકી છેતરપિંડીનો ભોગ બની રહયા છે. નોકરી અાપવાના બહાને અમુક લેભાગુ તત્વો લોકોને છેતરી નાણાં ખંખેરી લેતા હોય છે. કોવિડ-19 વચ્ચે અાવા જ કોઇ લેભાગુ તત્વો અરજીપત્રક તૈયાર કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...