તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓને હાલાકી:ખડીર તો ઠીક રાપરમાં પણ ક્યાંય ડાયાલિસીસની વ્યવસ્થા નથી

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અા વિસ્તારના 36 દર્દીઅોને ડાયાલીસીસ કરાવવા છેક ભચાઉ જવું પડે છે

ભચાઉ તાલુકા મથકથી દોઢસો કિ.મી. અને રાપરથી 90 કિ.મી.ના અંતરે અાવેલા ખડીર વિસ્તારમાંથી અને રાપર તાલુકાના વિસ્તારમાંથી 36 દર્દીઅોને ડાયાલિસીસ માટે છેક ભચાઉ સુધી લાંબુ થવું પડે છે. અા બાબતે ગણેશપર (ખડીર)ના દર્દી જેઅો સર્પદંશથી અા પીડાનો ભોગ બન્યા છે તે જયરામ દેવરાજ અાહિરે જણાવ્યું હતું કે રાપર અહીંથી 90 કિમી અને ભચાઉ 150 કિ.મી. દૂર છે.

ખડીરમાં ગણેશપર ગામમાં અમે બે જણ ડાયાલીસીસ કરાવવા છેક ભચાઉ જતા હોઇઅે છીઅે જેમાં અેકનું અવસાન થતાં હું અેક ભચાઉ જતો હોઉં છું. અહીંથી ભચાઉથી અેસ.ટી બસમાં 100 રૂપિયા ટીકીટ પડે છે જતાં અાવતા બસો રૂપિયા થાય અને અાખો દિ અામ નીકળ જાય છે. વહેલી સવારે નીકળઅે અને રાત્રે અાઠ વાગ્યે પરત અવાય છે. મહિનામાં કોઇ ચોક્કસ દિવસ નક્કી નથી હોતો ક્યારેક મહિનામાં અેક જ વખત ડાયાલીસીસથી ચાલ જાય અને વચ્ચે તબિયત લથડે તો મહિનામાં ત્રણ વખત અાવું પડે છે.

રાપર તાલુકામાંથી 35 અન્ય વ્યક્તિઅો પણ અાવી સારવાર છેક ભચાઉથી મેળવી રહ્યા છે. અા વ્યવસ્થા રાપરમાં હોત તો અમને અલ્પ હાલાકી ભોગવવી પડે. અમુક દર્દીઅોની શારીરિક રીતે અશક્યત હોવાના કારણે તેમને વધારે પરેશાની ભોગવવી પડે છે. ભચાઉ વાગડ વેલ્ફર દવાખાનામાં મા કાર્ડ પર સારવાર તો નિ:શુલ્ક મળે છે પણ અાટલે દૂર સુધી લંબાવું પડે છે તેના કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. જો રાપરમાં ડાયાલીસીસ મશીનની વ્યવસ્થા થાય તો અા દર્દથી પીડાતા લોકોને રાહત મળે.

ડાયાલીસીસની રાપરમાં વ્યવસ્થા થાય તો દર્દીઅોનો રૂપિયા અને સમય બચે
ગંભીર બિમારીથી પીડાતા દર્દીઅોને ડાયાલીસીસ માટે છેક ભચાઉ સુધી જવું પડે છે જેના માટે સમય અને રૂપિયાનો વ્યય થાય છે. જો રાપરમાં જ ડાયાલીસીસની વ્યવસ્થા કરવામાં અાવે તો અા વિસ્તારના 36 પીડીતોને તેનો લાભ મળે. ખડીર-રાપરના દર્દીઅોને 90થી 150 કિ.મી.નું અંતર કાપવું પડે છે જેના કારણે તેમને મુશ્કેલી વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...