તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવાર વિશેષ:પુરાણ પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ નજીક પણ છે અન્ય એક પ્રાચીન શિવ મંદિર

નારાયણ સરોવર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાચીન તીર્થધામ પાસે અનેક પૌરાણિક મંદિરો
  • આ સ્થાનકનો વિકાસ ન થતાં ભાવિકો અજાણ : પ્રવાસન વિભાગ બેદરકાર

પ્રસિધ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિર નજીક અન્ય અેક પ્રાચીન શિવ મંદિર અાવેલું છે પરંતુ તેના વિકાસના અભાવે ભાવિકોની અજાણતામાં અા મંદિર બારેમાસ લોક રહે છે.જગદાદા, જગદાદી મંદિર પાસે પણ ઘણા શિવલિંગો અાવેલા છે પરંતુ અરબસાગરની ભરતી અાવતાં ત્યાં પહોંચવું મુશ્કેલ છે. નારાયણ સરોવરના જાણકારોના જણાવ્યા મુજબ અહીં પ્રાચીન મંદિર, શિવલિંગો છે પરંતુ પ્રચાર-પ્રસારના અભાવે અા જગ્યાથી લોકો અજાણ છે. નારાયણ સરોવરના અમુક શિવભક્તો સાફ સફાઇ કરી અાવે છે.

અહીં દરિયા કિનારો હોઇ અા સ્થાનકનો પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવામાં અાવે અને અા પ્રાચીન સ્થળે અાવવા-જવા માટે સત્વરે બાવળ દુર કરી રસ્તો બનાવવામાં અાવે તેવી માંગ શિવભક્તો દ્વારા ઉઠી રહી છે. સરકાર દ્વારા જે રીતે કોટેશ્વરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો છે તે રીતે અા સ્થાનકનો વિકાસ કરાય તો પ્રવાસનને વેગ મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...