ફરિયાદ:ઓનલાઈનમાં ધુણઈનું સ્ટોપ છે, કંડકટરના મશીનમાં નથી !

ધુણઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેસ.ટી. નિગમની બસોની ટિકિટ કઢાવા પહેલા ખાતરી કરવી સારી
  • ડેપો મેનેજર, વિભાગીય નિયામક અને મંત્રી સુદ્ધાને ફરિયાદ કરાઈ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અેસ.ટી. બસોની બેઠકનું અોન લાઈન બૂકિંગ કરાવતા પહેલા ખાતરી કરી લેવી સારી. કેમ કે, માંડવી તાલુકાના ધુણઈનું અોન લાઈન સ્ટોપ બતાવે છે. પરંતુ, કંડકટરને ટિકિટ કાપવા અપાયેલા મશીનમાં નથી બતાવતું, જેથી કોડાય રોડની ટિકિટ અાપે છે. અેવી ફરિયાદ ઘણી જગ્યાઅેથી અાવી રહી છે. પરંતુ, સંબંધિત ડેપો દ્વારા મધ્યસ્થ કચેરીઅે અે બાબતે કેમ ધ્યાન ખેંચવામાં અાવતું નથી. અે અેક પ્રશ્ન છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ સહિતના જિલ્લા બહારના શહેરોમાંથી ઉપડતી અેક્સપ્રેસ બસોનું ધૂણઈ અોન લાઈન બૂકિંગ બતાવે છે. પરંતુ, મુસાફર બસમાં બેસે ત્યારે કંડકટર પાસે કિ.મી. મુજબ ટિકિટના દર વસુલવા અપાયેલા મશીનમાં ધૂણઈ સ્ટોપ બતાવતું નથી. જે બાતે મધ્યસ્થ કચેરીઅે અને ડેપો મેનેજરને પણ જણાવાયું છે. પરંતુ, કોઈ સુધારો કરાયો નથી. ધૂણઈના માજી સરપંચ શારદાબેન બટુકભાઈ અબોટીઅે વિભાગીય નિયામકને લેખિત અને માૈખિક રજુઅાત કરી હતી.

ટ્રાન્સપોર્ટ જેમના નેજા હેઠળ અાવે છે અે રાજ્યમંત્રીને કોલ કરી વાકેફ કરતા તેમણે જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરવામાં અાવશે. જોડી દેવાની પણ બાંહેધરી અપાઈ હતી. પરંતુ, હજુ સુધી તસદી લેવાઈ નથી, જેથી ગ્રામજનોને અાટલી બાબતે પણ અાંદોલન કરવું પડે અેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...