તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લિનિક શોભાના ગાંઠિયા સમાન:મોથાળામાં આવેલા દવાખાનામાં ડોકટર છે પણ દવા નથી...

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ક્લિનિક શોભાના ગાંઠિયા સમાન

અબડાસા તાલુકામાંથી વિપુલ પ્રમાણમાં ખનિજનો જથ્થો મળી આવે છે જેથી અહીં સરકારને ખાણ ખનીજની રોયલ્ટી પેટે ખાસ્સી એવી આવક થઈ જાય છે જેથી અહીં ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા મોથાળામાં લોક સેવા માટે ક્લિનિક બનાવવામાં આવ્યું છે પરંતુ બહારથી આધુનિક દેખાતા આ દવાખાનામાં ડોકટર છે પણ દવાનો જથ્થો જ નથી જેથી દૂર દૂરથી દવા લેવા આવતા લોકો નિરાશ થઈને પરત ફરે છે.

અબડાસામાં બ્લેક ટ્રેપ,સાદી રેતી, બેન્ટોનાઈટ,બોકસાઈટ સહિતના ખનીજોની અનેક ખાણો આવેલી છે,જેથી કાયદેસરની લીઝ પર ખનીજ ઉતખનન માટે સરકારને રોયલ્ટીની આવક થાય છે ઉપરાંત ખનીજ પરિવહન માટે પણ આવક થતી હોય છે ખનિજ પેટે રોયલ્ટીની જેટલી આવક થાય તેની દસ ટકા રકમ ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનમાં જમા કરવામાં આવે છે આ ફંડમાંથી સ્થાનિકે વિકાસકાર્યો કરવામાં આવે છે જેથી અબડાસામાં પણ ખાણ ખનિજની આવક પેટે DMF દ્વારા મોથાળા ખાતે હેલ્થ ક્લિનીક ખોલવામાં આવ્યું છે.

પરંતુ આ દવાખાનામાં સામાન્ય બીમારીઓની પણ દવા નથી,સામાન્ય તાવ,શરદી,કફ,ખાંસીથી પીડિત દર્દી દવાખાનામાં જાય તો ડોકટર દ્વારા નિદાન કરી મેડિકલમાંથી દવા લઈ લેવા ચીઠી લખવામાં આવે છે પણ મેડીકલમાં આ દવા મળતી જ નથી ઉપરથી સ્ટોક નથી આવ્યો તેવું કહી ના પાડી દેવાય છે જેથી નાછૂટકે બહારથી દવા ખરીદવી પડે છે એક તો દૂર દૂરથી લોકો દવા લેવા માટે મોથાળામાં આવે અને અહીં ડોકટર પાસેથી નિદાન કરાવે પણ દવા જ ન મળતી હોય તો આ દવાખાનું કામનું શુ તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

દુષ્કાળની સ્થિતિમાં ભાડા ખર્ચીને મફતમાં
દવા લેવા આવતા લોકોનો ભરોસો તૂટ્યો અબડાસા પંથકમાં વરસાદ ખેંચાઈ જતા દુષ્કાળ જેવી સ્થિતિ છે આ પરિસ્થિતિમાં પણ અહીંના ગરીબ લોકો જેમતેમ કરીને પ્રાઈવેટ વાહન ભાડે રાખી મફતમાં દવા મળશે તેના ભરોસે મોથાળામાં દવા લેવા જાય છે પણ અહીં કોઈ જવાબદાર અધિકારી નથી જેથી લોકોને માત્ર ધરમ ધક્કા પડે છે.

આ દવાખાનું ફક્ત શોભાના ગાંઠીયા સમાન છે ખરેખર તો આવી સુવિધા તાલુકાના સેન્ટર કોઠારામાં ચાલુ કરવામાં આવે તો રોજના ચારસો થી પાંચસો દર્દીઓ લાભ લઈ શકે કારણ કે કોઠારા મધ્યે એસટી બસ અને અન્ય પેસેન્જર વાહનોની સતત અવરજવર આજુબાજુ વિસ્તાર માંથી ચાલુ હોય છે જેથી કોઈ પણ ગરીબ દર્દીને સારવાર લેવા માટે પ્રાઈવેટ વાહન ભાડે ન કરવું પડે અને જનતાને પણ રાહત મળી શકે તેમ છે તેવું અબડાસા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાક હિંગોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...