તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની લાપરવાહી:835 પોલીસ કર્મી સામે 792 છે આવાસો, જુની પોલીસ લાઇનના મકાનો ખખડધજ થઇ જતાં માંગે છે મરંમત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છત્રીસ ક્વાર્ટર જુની પોલીસ લાઇનમાં જુની ઇમારતોને તોળવાનું કામ ચાલુ થઇ ગયું છે. જેથી ત્યાં નવા પોલીસ ક્વાર્ટરની બિલ્ડીંગ બની જતાં ભરતી થયેલા અને મકાન માટે પીડા ભોગવતા જવાનોને રહેવા માટે રાહત થશે તેવી સંભાવના છે. - Divya Bhaskar
છત્રીસ ક્વાર્ટર જુની પોલીસ લાઇનમાં જુની ઇમારતોને તોળવાનું કામ ચાલુ થઇ ગયું છે. જેથી ત્યાં નવા પોલીસ ક્વાર્ટરની બિલ્ડીંગ બની જતાં ભરતી થયેલા અને મકાન માટે પીડા ભોગવતા જવાનોને રહેવા માટે રાહત થશે તેવી સંભાવના છે.
  • જોકે 144 મકાનોનું બાંધકામ ચાલુ : હાલ એક ઘરમાં પાંચ-પાંચ લોકોને રહેવું પડે છે

પશ્ચિમ કચ્છ ભુજમાં પોલીસદળના કર્મચારીઓ અને અધિકારીઓની 835ની સંખ્યા સામે પોલીસ ક્વાર્ટર ઓછા હોવાને કારણે તેમજ જુના મકાનો ખખડધજ થઇ ગયા છે. ત્યારે નવ નિયુક્ત થયેલા જવાનનોને એક ક્વાર્ટરમાં પાંચ-પાંચની સંખ્યામાં રહેવું પડતું હોવાથી ભારે મુસ્કેલી સર્જાતી હોવાનું સામે઼ આવ્યું છે. તો, તેની સામે નવા 144 જેટલા ક્વાર્ટરો બનવાનું કામ ચાલી રહયું છે.

ભુજમાં પોલીસ અધિકારી કર્મચારીઓની સંખ્યા પર નજર નાખીએ તો, જિલ્લામાં ચાર ડીવાએસપી જેમાં એક્યુ, એસીએસટી, ભુજ વીભાગમાં કાર્યરત ડીવાએસપી છે જ્યારે એક જેઆઇસીની જગ્યા ખાલી છે. તો, એસઓજીને બાદ કરતાં એલસીબી, જેઆઇસી અને એ-બી ડિવિઝન તેમજ ક્રાઇમ અગેન્સવુમન સહિત 6 પોલીસ ઇન્સ્પેક્ટરો છે. તેમજ 9 પીએસઆઇઓ છે. ઉપરાંત નવી ભરતી થયેલા લોક રક્ષક દળથી એએસઆઇ સુધીના 817 પોલીસ જવાનો ભુજ પોલીસ દળમાં કાર્યરત છે. તેમની સામે પોલીસને રહેવા માટેના ક્વાર્ટરોની સંખ્યા માત્ર 792 જેટલી હોવાથી પોલીસ કર્મચારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ એરપોર્ટ રોડ પર આવેલા છત્રીસ ક્વાર્ટરના નામે ઓળખાતા પોલીસ આવાસો જુના હોવાથી તેમની હાલત ખખડધજ થઇ ગઇ છે. દિવાલોમાંથી પોપડા ખરી રહયા છે. અગાઉ પોલીસ આવાસોના મરંમત માટે કામ આર.એમ.બીને સોંપાતું હતું ત્યારે થાગળ થીગડ થઇ જતું હતું પરંતુ હાલ પોલીસ વિગાગ પાસે ઉચકક્ષાએ રજુઆત થયા બાદ દરખાસ્ત મંજુર થાય ત્યારે કામ હાથ પર લેવાય તેવી પરિસ્થિતી હોવાને કારણે જુના આવાસોની હાલત ખરાબ થઇ ગઇ છે. જો કે, નવા મકાનો બનવાનું કામ ચાલુ થઇ ગયું છે. એ જ્યાં સુધી તેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ જવાનોને એક મકાનમાં પાંચ-પાંચની સંખ્યામાં રહેવું પડે છે. જેમાં અપરણિત પોલીસ યુવાનો અને યુવતીઓ રહે છે. તો, પરિવાર સાથે ભુજ પોલીસદળમાં ફરજ પર માટે આવેલા કર્મચારીઓને ભાડેથી મકાન લઇને રહેવું પડે છે.

પોલીસ આવાસો મુદે ઉચક્ષાએથી મહેકમ મુજબ તાકિદે વ્યવસ્થા કરાય તેવી આશા પોલીસ કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.

કેટલા આવાસો થયા તૈયાર ?
પોલીસ જવાનોને રહેવા માટે બી કેટેગરીના 144ક્વાર્ટરોનું બાંધકામ ચાલુમાં છે. અન્ય મકાનો બનવવા માટે તૈયારીઓ થઇ છે. જ્યારે ભુજ ઉપરાંત માનકુવામાં 32 નખત્રાણામાં 20 અને મુન્દ્રામાં 96 તથા મુન્દ્રા મરિન પોલીસ મથકમાં 24મકાનો બની રહયા છે. તો, માંડવીમાં બી કેટેગરીના 48 અને સી કેટેગરીના 2 તથા ડી કેટેગરીનું એક સહિત 51પોલીસ આવાસોનું બાંધ કામ કરવામાં આવનાર છે.

પાંચ જણા સાથે રહેવા મુદ્દે એક કર્મચારીએ વ્યક્ત કરી વ્યથા
નામ ન આપવાની સર્તે એક નવ નિયુક્ત પોલીસ જવાને પોતાની વ્યથા ઠલવતાં જણાવ્યું હતું કે, હાલ આવાસો ઓછા હોવાથી અમને સહકર્મચારીઓને એક મકાનમાં પાંચ-પાંચ જણાઓને સાથે રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...