હાલાકી:નખત્રાણા-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર ઠેર-ઠેર ગાંડા બાવળનું સામ્રાજ્ય

નિરોણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝાડી કટિંગ માટે રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન
  • માર્ગ પરથી પસાર થતા લોકોમાં અકસ્માતના ભયની ભીતિ

નખત્રાણાથી વાયા નિરોણા થઇને ભુજ આવતા રાજ્ય ધોરીમાર્ગને ગાંડા બાવળોએ મોટા પ્રમાણમાં ઘેરી લીધો છે, જેથી આ માર્ગ પરથી પસાર થતા લોકોમાં સતત અકસ્માતનો ભય સતાવતો રહે છે. પાવરટ્ટી વિસ્તારના ગામોને તાલુકા અને જિલ્લા મથક સાથે સાંકળતા આ રાજ્ય ધોરી માર્ગની બંને બાજુ ગાંડા બાવળોએ સારા વરસાદના કારણે ઝડપથી વૃદ્ધિ પામી રોડને બને બાજુએથી ઘેરી લીધો છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલક, વટે માર્ગુઓને ભારે પરેશાન થવું પડે છે. ઉપરાંત અકસ્માત થવાનો પણ ભય રહે છે.

ગ્રામ્ય વિસ્તારના આગેવાનો દ્વારા સંબંધિત વિભાગને રજૂઆત કરવા છતાં હજુ સુધી ઝાડી કટિંગ કરાઇ ન હોવાના આક્ષેપ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે. કોઈ નિર્દોષ વાહન ચાલક કે, વટેમાર્ગુનો જીવ જાય તે પહેલા આ માર્ગની બને બાજુ ગાંડા બાવળ તંત્ર દ્વારા દૂર કરાય તેવી લોક માગ ઉઠી રહી છે. સમગ્ર કચ્છમાં પડેલા ભારે વરસાદ બાદ બાવળોનું પ્રમાણ ખૂબ વધતું જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...