તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાતમ આઠમ નજીક આવતાં ઠેર ઠેર જુગારના પડ મંડાયા : 5 દરોડામાં 24 ખેલી 44 હજાર સાથે પકડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં જુગારના અલગ અલગ 5 દરોડામાં 24 ખેલીઓ રૂપિયા 43770ની રોકડ અને 10 હજારના 6 મોબાઇલ મળીને કુલ રૂપિયા 53,870ના મુદામાલ સાથે પકડાયા હતા.

મુન્દ્રામાં 22.600ની રોકડ સાથે જુગાર રમતા 5 શકુની ઝડપાયા
મુન્દ્રાના હરિનગર સોસાયટી સ્થિત રમેશ ધનજીભાઈ ચંદેના વર્કશોપ આગળ આવેલા ખુલ્લા પટમાં પોલીસે ત્રાટકીને મહિપતભાઈ ભીખુભાઇ મકવાણા (ઉ.વ.34 રહે બારોઇ)નરેશ શિવજી મહેશ્વરી (35-મુન્દ્રા)ઇકબાલ રફીક ત્રાયા (26 ગોડપર-ભુજ)રહેમતુલ્લાહ નુરમામદ ભટ્ટી (38-મુન્દ્રા)હુસેન જુસબ કુંભાર (22-મુન્દ્રા)નામક પાંચ યુવાનોને 22600ની રોકડ સાથે ગંજી પાનાના જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીધામમાં જુગટું રમતા 7 શખ્સ 13 હજાર રોકડ સાથે જબ્બે
ગાંધીધામના કાર્ગો એકતાનગર પાટા પાસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા લાલાભાઇ કાળુભાઇ સોલંકી, રમેશભાઇ માનાભાઇ ચાવડા, દશરથભાઇ મંગાભાઇ ઠાકોર, વિનોદભાઇ હીરાભાઇ મકવાણા, મહેશભાઇ ગોવાભાઇ સોલંકી, સોમાભાઇ મહાદેવાભાઇ વાઘેલા, દિનેશભાઇ વેલાભાઇ પરમારને રૂ.13,600 રોકડ સાથે બી-ડિવિઝન પોલીસે પકડી લીધા હતા.

કોટડા (ચાંદ્રાણી)માં જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા
અંજાર તાલુકાના કોટડા (ચાંદ્રાણી) ગામના તળાવની પાર પર દુધઈ પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં તળાવની પાર પર આવેલી બાવળોન ઝાડીમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા નિલેશભાઈ સુંદરજી ચૌહાણ તથા હુસેન અયુબ બાવાને રૂ. 1250ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

વાયોરની સીમમાં 6 જુગારી પકડાયા : બે ફરાર
અબડાસાના વાયોરની સીમમાં જુગાર રમતા હરેશ આલાના કોલી, નીતિન ઇસ્માઇલ કોલી, અમરત મામદ કોલી, પ્રવિણ ઉમર કોલી, મહેશ આચાર કોલી, સંજય સામત કોલી સહિત છ શખ્સોને વાયરો પોલીસે રૂપિયા 910ની રોકડ અને 5 હજારના પાંચ મોબાઇલ સહિત 5910ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે રાજા મામદ કોલી અને અનિલ હીરજી કોલી નામના બે શખ્સ ભાગી ગયા હતા વાયોર પોલીસે તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

અટડામાં 3 શખ્સો 5,410ની રોકડ સાથે પકડાયા
લખપત તાલુકાના અટડા ગામની સીમમાં જુગાર રમતા દિનેશ ખજુરીયાભાઇ ગોરડીયા, જુમા ઇસ્માઇલ હિંગોરજા, હયાત સીધીક હિંગોરજાને રૂપિયા 5,410ની રોકડ તેમજ 5 હજારના 5 મોબાઇલ સહિત 6,410ના મુદામાલ સાથે દયાપર પોલીસે પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...