તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો ત્રાસ:ભુજ નજીકના માધાપર ગામે તસ્કરો ત્રાટક્યા, સોમવારની રાતે પાંચ મકાનોના તાળા તૂટ્યા

ભુજ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
તસ્કરોએ 5 મકાનોના તાળા તોડી ચોરી કરી હતી. - Divya Bhaskar
તસ્કરોએ 5 મકાનોના તાળા તોડી ચોરી કરી હતી.
 • તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાની આશંકા જણાઇ રહી છે
 • લોકોએ પોલીસને જાણ કરી, બંધ મકાનોના માલિકો આવશે ત્યારે ચોરીની ફરિયાદ કરાશે

ભુજના માધાપરમાં સોમવારે રાત્રે ગોકુલધામ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. સવાર સુધીમાં 5 મકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રહીશોએ આ મામલે પોલીસને જાણ કરાતા તેમણે આગળ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મકાનોના તાળા તૂટ્યા હોવાનો વીડિયો વાઈરલ
ભુજના જોડિયા નગર એવા માધાપર ખાતે ગત સોમવારની રાત્રીએ ગોકુલધામ નગરમાં તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે. વહેલી સવારે સોસાયટીના કુલ 5 ઘરોના તાળા તૂટેલા જણાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં અલગ અલગ ઘરોના તાળા તૂટેલા નજરે પડી રહ્યા છે. તેવામાં અહીંયાની સોસાયટીઓમાં ઘણા બધા રહેવાસીઓ વિદેશમાં રહે છે અથવા બહાર ગયા હોવાથી કેટલી રકમની ચોરી થઇ તે જાણી શકાયું નથી.

પોલીસે આગળ વધુ તપાસ આદરી
ગોકુલધામના રહેવાસીઓએ સવારે મકાનોના તાળા તૂટેલા જણાતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી દીધી હતી. તેવામાં જે ઘરોના મકાન માલિક હાજર નથી તેમની ફરિયાદ આવ્યા પછી કરવામાં આવશે. પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો