તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભીરંડીયારાથી ભોજરડો વચ્ચેની પાઇપ લાઇનમાંથી 4.55 લાખના પાણીની ચોરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાઇપલાઇનમાં ગેરકાયદે કનેશન કરી ચોરી કરનાર સાત શખ્સ સામે ખાવડા પોલીસમાં ફરિયાદ

ખાવડાથી ભોજરડો જતી પાણી પુરવઠાની લાઇનોમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદે કનેકશન કરીને 4,72,847 લાખના પાણીની ચોરી કરનાર સાત શખ્સ વિરૂધ ખાવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં ગાયત્રી મંદિર રોડ સિધ્ધિ વિનાયક કોલોનીમાં રહેતા અને પાણી પૂરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ ગોરઘનદાસ રામનુજએ ખાવડા પોલીસ મથકમાં જાડા ઓસમાણ હાલેપોત્રા રહે હોડકા, ગફુર કાસમ હાલેપોત્રા રહે હોડકા, ઇસ્માઇલ જુમા રહે ભીરંડીયારા, ભુરા દીના જાંગીયા રહે ખાવડા, જાકબ જાંગીયા, રમજાન અલ્લાવારીયા રહે મીસરીયાડો, તેમજ ખાવડાના અબ્દુલ મામદ સુમરા સહિત સાત શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

સાતે આરોપીઓએ ભીરંડીયારાથી ભોજરોડો જતી પાણી પુરવઠાની પાણીની લાઇનમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદે કનેશન કરીને ગત 4 ડીસેમ્બર 2020થી 24 ઓગસ્ટ 2021 દરમિયાન પાણી બન્ને લાઇનોમાંથી 4,55,847 લાખના પાણીની ચોરી કરી હતી. ખાવડા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...