ક્રાઇમ:સર્જનકાસા સોસાયટીમાં બંધ મકાનમાંથી 5.42 લાખની ચોરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર માલિક ગણેશનગરના ઘરે ગયા ત્યારની ઘટના
  • તસ્કરો 1.86 લાખ રોકડા, 3.36 લાખના દાગીના ઉઠાવી ગયા

તહેવારો નજીક આવતાં પશ્ચિમ કચ્છમાં ચોરી ચપાટીનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ ભુજમાં ઘરફોડ ચોરીના ગુના હજુ ઉકેલાયા નથી ત્યાં સર્જન કાસા સોસાયટીમાં તસ્કરીનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. શુક્રવારની રાત્રે તસ્કરોએ બંધ ઘરનું તાડું તોડીને 5.42 લાખના મુદામાલની ચોરી કરી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.

સર્જન કાસા સોસાયટીમાં રહેતાં લક્ષ્મણભાઈ વંકાભાઈ રબારીએ ફરિયાદમાં જણાવ્યું કે, ચોરીનો બનાવ શુક્રવારે રાત્રી દરમિયાન બન્યો હતો. ફરિયાદી ગણેશનગર ખાતે હેન્ડીક્રાફ્ટની દુકાન અને બીજું મકાન ઘરાવે છે ત્યાં શુક્રવારે રાત્રે પરિવારજનો સાથે ગયા હતા.

અને ત્યાં રોકાઇ ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટ્યા હતા. ઘરના દરવાજોનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં રહેલાં લોખંડના કબાટમાંથી તસ્કરોએ રોકડ રૂપિયા 1લાખ 86 હજાર અને 3 લાખ 36 હજારના સોના દાગીના મળી 5.22 લાખના મુદામાલની ચોરી ગયાં હતા. એ ડિવિઝન પોલીસ અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ પીઆઇ પી.એમ.ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...