ક્રાઇમ:ભાવેશ્વર નગરમાં દુકાનનું શટર ઉંચુ કરીને 40 હજારની ચોરી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાણભેદુએ રેકી કર્યા બાદ ઘટનાને આપ્યો અંજામ

ભુજના ભાવેશ્વરનગરમાં કરિયાણાની દુકાનનો વેપારી શટર પાડીને બાથરૂમ ગયો ને, પાંચ જ મીનીટમાં દુકાનનું શટર ઉંચું કરી ગલ્લામાંથી રૂપિયા 40 હજાર રોકડની ચોરી કરી રફુચકર થઇ ગયો હતો. પડદાપીઠ હનુમાનજીના મંદિર પાસે રહેતા દુકાન ચલાવતા વેપારી પરષોતમભાઇ મોરારજીભાઇ ઠકકરે ફરિયાદમાં જણાવ્યું કે, બનાવ મંગળવારે સાંજના 7:5થી 7:10 દરમિયાન પાંચ જ મીનીટમાં બન્યો હતો.

વેપારી બાથરૂમ માટે ગયા ત્યારે દુકાનનું શટર પાડીને ગયા હતા. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે તેમની દુકાનનું શટર ખોલીને દુકાનના ગલ્લામાં પડેલા રોકડા રૂપિયા 40 હજારની ચોરી કરી નાસી ગયો હતો. દરમિયાન દુકાન પાસે કોઇ અજાણ્યો શખ્સ આંટાફેરા કરતો હોવાનું અને રેકી કર્યા બાદ તસ્કરે તકનો લાભ લીધો હતો. સીસીટીવી કેમેરા નજીકમાં ન હોવાથી તસ્કર કોણ હતો. તેનો કોઇ શુરાગ હાથ લાગ્યો નથી જેથી પોલીસે તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...