તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોને બુલેટનો શોખ:કચ્છના આદિપુરના જાહેર સ્થળો પરથી એક જ દિવસમાં બબ્બે બુલેટની ચોરી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને બાઈક બુલેટના ચાલકોએ આદિપુરના જાહેર વિસ્તારમાં બુલેટ પાર્ક કર્યા હતા

કચ્છના પંચરંગી શહેર ગંધીધામના જોડિયા નગર આદિપુરમાંથી તસ્કરોને પણ હવે બુલેટનો શોખ લાગ્યો હોય તેમ એક જ દિવસમાં બબ્બે બુલેટ ઉઠાવી ગયા હતા. બન્ને બુલેટની કુલ કિંમત રૂ. 1.70 લાખ આંકવામાં આવી રહીં છે. જેની પોલીસ ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે.

બુલેટ બાઈક તેના ભારેખમ સાઇલેન્સર, તેજ ગતિ અને પાવર સહિતના કારણે બાઈક શોખીનોની ખાસ પસંદગી બની રહે છે. જેથી તેની ડિમાન્ડ વધુ રહેતી હોય છે તે પછી નવી હોય કે જૂની એવી લાખેણી બાઈકની ચોરીથી બુલેટ ધારકોમાં પોતાની બાઈક પ્રત્યે જરૂર સાવચેતી આવી હશે.

આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મેઘપર બોરીચી ગામની પુષ્પ કોટેજ વિસ્તારમાં રહેતા યોગેન્દ્ર હરિશંકર પાટીદાર માન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ફરજ માટે જવા આદિપુરની તોલાણી કોલેજના પાર્કિંગમાં પોતાનું રૂ. 1 લાખની કિંમતનું બુલેટ (નં. GH-27-CK-1418) વાળું પાર્ક કરી કંપનીના બસમાં નીકળી ગયા હતા. સાંજે ફરજ પરથી પરત આવ્યા બાદ પાર્કિંગ સ્થળે બુલેટ જોવા ન મળતા આસપાસ શોધખોળ કરવા છતાં ન મળતા બુલેટ ચોરાઈ હોવાની પોલીસ ફરિયાદ આપી હતી.

બીજી તરફ અંજાર શહેર ખાતે રહેતા ગોવિંદ વાલા ગઢવીને તેના મિત્ર ચંદ્રશેખર તિવારીએ મુન્દ્રા કોલસા જોવા જવાનું કહેતા ફરિયાદી આદિપુરના બાપા સીતારામ મઢુંલી પાસે પોતાનું રૂ. 70 હજારની કિંમતનું બુલેટ પાર્ક કરીને મિત્રના વાહનમાં નીકળી ગયા હતા. પરત આવ્યા બાદ પાર્ક કરેલી જગ્યા પર બુલેટ જોવા ન મળતા અંતે બુલેટ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...