તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પર્વ-પશ્ચિમ કચ્છમાં અગાઉ એક માસમાં આઠ-આઠ મંદિરોને નિશાન બનાવી તસ્કર ગેંગે હાહાકાર મચાવ્યો હતો ત્યા ફરિ માંડવી તાલુકા વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય બની છે. માંડવી તાલુકાના ફરાદી ગામે આવેલા મહાદેવજીના મંદિરમાં રવિવારે રાત્રે તસ્કરો હાથ માર્યો હતો. મંદિરમાં રહેલ ચાંદીના છતર અને જળધારી,ઇસનધારી તેમજ શેષનાગની મૂર્તિ, શિવલીંગ પરનું કવર સહીત 8 લાખના આભૂષણોની ચોરી કરી જતાં ભાવિકોમાં ભારે રોષ ફેલાઇ ગયો છે તેટલું જ નહીં માંડવીના હમલા ગામની સીમમાં આવેલા મેલડી માતાના મંદિરમાંથી 42 હજારના ચાંદીના આભૂષણોની ચોરી સામે આવતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરાદી ગામે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રીથી સોમવારની સવાર દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. બનાવ અંગે મંદિરના પૂજારી હરીગીરી બેચરગીરી ગુસાઇએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તસ્કરોએ મંદિરના દક્ષિણ તરફના તથા ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા.
શિવલીંગ ઉપર આશરે 11 કિલોનું ચાંદીનું છતર, તથા છતરની નીચે આશરે 14 કિલોની જળધારી, તથા શિવલીંગ ઉપર આશરે 19 કિલોની શેષનાગની મૂર્તિ, શિવલીંગ ઉપરનું આશરે 7 કિલોનું ચાંદીનું કવર, શિવલીંગની નીચેના ભાગે આશરે 12 કિલોનું ચાંદીનું કવર મળીને કુલ રૂપિયા 8 લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા. માંડવી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલે બાવની નોંધ લઇ તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
તો બીજી તફર માંડવી તાલુકાના હમલા ગામની સીમમાં આવેલા મેલડી માતાના મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું મંદિરમાંથી ચાંદીના આશરે 500 ગ્રામના 25 નંગ છતર કિંમત રૂપિયા 30 હજાર તેમજ 200 ગ્રમના માતાજીના ચાંદીના પગલાં કિંમત રૂપિયા 12 હજાર મળીને 42 હજારનો મુદામાલની ચોરી કરી જતાં મંદિરના પૂજારી દેવરાજ સુરાભાઇ રબારીએ ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગઢશીશા પોલીસ અધિકારી આર.ડી ગોંજીયાએ આગળની તપાસ હાથ ધરી છે.માંડવી તાલુકા વિસ્તારમાં મંદિરમાંથી ચોરીના બનાવોને પગલે ભાવિકો ભારે ચિંતા વ્યાપી છે.
મંદિરને અભડાવતી તસ્કર ગેંગને પકડવા પોલીસની વિવિધ ટીમ કામે લાગી
ફરાદીમાં મંદિરમાંથી આઠ લાગના આભૂષણોની ચોરી થતાં માંડવી પોલીસ તથા એલસીબી સહિતના પોલીસ કર્મચારીઓની વિવિધ ટીમો બનાવી તસ્કરોનું પગેરૂ મેળવા કામે લાગી હોવાનું પીએસઆઇ આર.સી.ગોહિલે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.