તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉઠાંતરી:આમારામાં દૂધ ડેરીમાંથી 52 હજારની ચીજવસ્તુની ઉઠાંતરી

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો 15 હજારના બેટરી, ઇન્વેટર, 37 હજારનું દૂધના ફેટ માટેનું મશિન તફડાવી ગયા

નખત્રાણા તાલુકાના આમારા ગામે આવેલી સરદ દુધ ડેરીમાં ગુરૂવારની રાત્રીથી સવાર દરમિયાન અજાણ્યા શખ્સે ડેરીના દરજાજાના નકુચા તોડીને અંદરથી રૂપિયા 52 હજારના કિંમતના બેટરી, ઇન્વેટર અને દુધના ફેટ માટેના મશિનની ચોરી થઇ જતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આમારા ગામે રહેતા અને છેલ્લા છ વર્ષથી સરદ ડેરી મંડડી આમારા સાખાનું સંચાલકન કરતા ઘનશ્યામભાઇ વાલજીભાઇ ભાવાણીએ નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બનાવ શુક્રવારની રાતથી શનિવારના સવારે છ વાગ્યા દરમિયાન બન્યો હતો. દુધ ડેરીનો મુખ્ય દરવાજો અડધો ખુલો જોવા મળ્યો હતો અંદર તપાસ કરતાં લાઇટો બંધ હતી. અને દરવાજાના નકુચાનું સ્ક્રુ કાઢીને કોઇ અજાણ્યા શખ્સ ડેરીમાં પ્રવેશીશને અંદરથી 100 વોલ્ટની બેટરી અને ઇન્વેટર કિંમત રૂપિયા 15 હજાર તેમજ દુધનું ફેટ કાઢવા માટેનું મશિન કિંમત રૂપિયા 37 હજાર મળીને કુલ રૂપિયા 52 હજારના મુદામાલની ચોરી કરી ગયો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...