ક્રાઇમ:8 માસ પૂર્વે થયેલી સ્મૃતિવનમાંથી 40 લાઇટીંગ પેનલની ચોરી હવે દફતરે ચડી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકાર્પણનું હજુ કોઇ ઠેકાણું નથી ત્યાં ચોરી-ચપાટી શરૂ થઇ ગઇ
  • ના. કા. ઇજનેરે અે ડિવિઝન પોલીસમાં અજાણ્યા ઇસમ સામે નોંધાવ્યો ગુનો

શહેરના ભુજીયા ડુંગર પર સ્મૃતિવનનું કામ ચાલુ છે ત્યારે પાર્ક શહેરીજનો માટે ખુલ્લો મુકાય તે પહેલા જ 40 લાઇટિંગ પેનલથી 8 માસ પૂર્વે તસ્કરી થઇ જતા અે ડિવિઝન પોલીસ મથકે નાયબ કાર્યપાલક ઇજનેરે ગુનો નોંધાવ્યો છે. લાઇટિંગ પેનલમાં કોપરનો પટ્ટો તેમજ ઇલેકટ્રીક વાયર મળી કુલ 2,69,000ના મુદ્દામાલ કોઇ અજાણ્યા ઇસમો ચોરી ગયા હતા.

નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિદ્યુત પેટા વિભાગમાં ફરજ બજાવતા જયકરણ મહેશભાઇ ગઢવી (રહે. મુળ અમદાવાદ)વાળાઅે અજાણ્યા ઇસમ સામે 2,69,000નો મુદ્દામાલ સ્મૃતિવનમાંથી ચોરી જવા અંગે ફોજદારી નોંધાવી હતી. ગત વર્ષે સ્મૃતિવનમાં કામ કરતા પ્રોજેક્ટ કન્સ્લટન્ટ ઇકબાલભાઇ લુહારનો ફોન અાવ્યો હતો કે, પેનલની ચોરી થઇ છે, જેથી તપાસ કરતા 40 પેનલ ચોરાઇ હતી, જે અેક પેનલમાં 4 મીટર કોપર બ્રાસનો પટ્ટો જે અેક પટ્ટાની કિંમત 800 મળી કુલ 1,28,000 તેમજ 15 પેનલમાં લાગેલા 20 મીટર ઇલેકટ્રીક વાયર લેખે અેક પેનલની 9400 ગણતા કુલ 1,41,000 થાય છે. જે ચોરી અંગે ઉપરી અધિકારીને રિપોર્ટ કરાયો હતો, જે અંગે ત્યાંથી ફોજદારી નોંધાવાનો અાદેશ થતા અજાણ્યા ઇસમ સામે ચોરીની ફોજદારી નોંધાવાઇ હતી.

નોંધનીય છે કે, સ્મૃતિવનની મુલાકાતે પ્રભારી સહિતના અધિકારીઅો ગત સપ્તાહે મુલાકાત લેવા માટે અાવ્યા હતા, ચોરીની ઘટના અંગે તેમને જાણ થઇ હોતા જવાબદારોને ફોજદારી નોંધાવવા સૂચના અાપી હોય તો નવાઇ નહીં.

મીરજાપર પાસે મોબાઇલ કંપનીના ટાવરમાંથી વાયર ચોરાયા
ભુજ તાલુકાના મીરજાપર ગામે અેટીસી કંપનીના ટાવર નીચે વિડીયોકોન ટેલીકોમ કંપનીનો વધારાનો કેબલ વાયર 100 મીટર (કિંમત 80,000) કોઇ અજાણ્યો ઇસમ 9 જુનથી 11 જુન સુધીના સમયગાળા દરમિયાન ચોરી જતા કંપનીના અેન્જિનિયર કૈવાન હરેન્દ્રભાઇ શાહ (રહે. ભુજ)વાળાઅે બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...