તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હંગામી આવાસમાં રૂપિયાની માગણી કરી મહિલા સહિત ત્રણ શખ્સે યુવાનને માર્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલ પાટિયા પાસે રૂપિયા મુદે ભાઇએ ભાઇને ઢીબી નાખ્યો

ભુજના જીઆઇડી હંગામી આવસમાં પાસે રૂપિયાની માગણી કરીને મહિલા સહિત ત્રણ જણાઓએ યુવાનને માર મારી ઇજા પહોંચાડી હતી. તો, ખાવડા રોડ પર પુલપાટીયા ચાંદ હોટલ પાછળ ઉછીના આપેલા રૂપિયા લેવા ગયેલા ભાઇને ભાઇએ માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.પ્રાપ્ત વિગતો મુજબ જીઆઇડીસી હંગામી આવાસમાં રહેતા અલીમામદ સીધીકભાઇ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગુરૂવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો.

ફરિયાદી પોતાના ઘર તરફ જતો હતો ત્યારે આરોપી હસીનાબેન તથા તેની સાથે ટાયર નામનો શખ્સ અને સદામ નામનો શખ્સ સહિત ત્રણ જણા આવીને સદામ નામના શખ્સે ફરિયાદી પાસેથી વાપરવા માટે 200 રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા આપવાની ના કહેતાં આરોપી સદામે ફરિયાદીને પકડી લીધો હતો. અને હસીના અને ટાયર નામના શખ્સે માર માર્યો હતો. અને આરોપણ મહિલાએ ફરિયાદીને પોલીસ ફરિયાદ કરીશ તો, જાનથી મારી નાખવાની ધમકી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

બી ડિવિઝન પોલીસે આરોપઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.તો, બીજી તરફ ખાવડા રોડ પર પુલપાટીયા ચાંદ હોટલ પાછળ રહેતા શકુર સુલેમાન સુમરા (ઉ.વ.40)એ એક માસ પુર્વે રૂપિયાની જરૂરત હોવાથી તેમના ભાઇ રમજાન સુલેમાન સુમરાને ચાંદીના દાગીના આપ્યા હતા. ફરિયાદીને જરૂરત પડતાં ભાઇ રમજાન પાસે રૂપિયા લેવા ગયા ત્યારે આરોપી રમજાને રૂપિયાની માગણી કરતો નહીં કહી ફરિયાદી શકુરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ભાઇ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...