કોરોના અપડેટ:વિદેશ જવા માટે યુવાને RT-PCR ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માંડવીના 3 દર્દી સ્વસ્થ થઇ જતા રજા અપાઇ
  • કોરોના વાયરસ હજુ પણ ગયો નથી

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે શનિવારે વધુ એક પોઝિટિવ કેસ ભુજ શહેરમાં સામે આવ્યો છે.આ ઉપરાંત માંડવીના 3 દર્દી સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી હતી.ભુજ શહેરના યુવાનને વિદેશ જવાનું હોવાથી નિયમ પ્રમાણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો.જેનો રિપોર્ટ કોરોના પોઝીટીવ હોવાનું સામે આવતા યુવાનને સારવાર તળે ખસેડાયો હતો.આ અગાઉ પણ કચ્છમાં આ પ્રકારના કિસ્સા સામે આવી ચુક્યા છે. જેથી કોરોના વાયરસ હજી પણ આપણી વચ્ચેથી ગયો નથી. ટેસ્ટીગ દરમ્યાન કેસો આવી જ રહ્યા છે જેથી સતર્કતા રાખવી જરૂરી છે.

આ ઉપરાંત માંડવી વિસ્તારના વધુ 3 દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી હતી. જેને પગલે જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે તેમજ વધુ 20,835 લોકોને રસી આપવામાં આવી હતી.હાલમાં જ્યારે ઠંડીની સીઝન ચાલી રહી છે ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે જણાવ્યું કે,કોલ્ડવેવની આ સીઝનમાં લોકો જરૂર વગર બહાર જવાનું ટાળે અને ગરમવસ્ત્રો પહેરીને રાખે તેમજ ઘરમાં બાળકોની પણ વિશેષ કાળજી લેવામાં આવે તેવું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...