તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોમ્સ ઇન ધ સીટિ:ભુજના વિકાસ અને સુચારૂ વ્યવસ્થાપનમાં યુવાનો નાગરિક તરીકેની જવાબદારી સમજ્યા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘હોમ્સ ઇન ધ સિટી’ દ્વારા શહેરના યુવાનો માટે 15 દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું

યુવાનો એક નાગરિક તરીકે પોતાની મૂળભુત જવાબદારીઓ તેમજ સંવૈધાનિક અધિકારોથી અવગત થાય એ માટે ભુજમાં ચાલતા પ્રકલ્પ “હોમ્સ ઇન ધ સીટિ” દ્વારા 15 દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં શહેરી શાસન વ્યવસ્થા, શહેરી આવાસ, પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થા અને તેનો ભૂતકાળ તેમજ વર્તમાન , અસંગઠિત ક્ષેત્રો, જેન્ડર સંદર્ભે પ્રવર્તેલા ભેદભાવ, પર્યાવરણ અને જૈવ વિવિધતા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

શહેરના વિકાસ અને સુચારૂ વ્યવસ્થાપનમાં આ યુવાનો કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે એ આશય સાથે આયોજિત આ કાર્યશાળામાં યુવાનોને કલાસરૂમ સાથે વિષય સાથે સંલગ્ન વિસ્તારો અને પ્રવૃત્તિઓની મુલાકાત પણ કરાવવામાં આવી હતી જેથી શહેરની વર્તમાન પરિસ્થિતિથી તેઓ વાકેફ થઈ શકે. ફિલ્ડ વીઝિટ દરમ્યાન સહભાગીઓએ હમીરસર કેચમેન્ટ એરિયા, જ્યુબીલિ કોલોનીનું વોટર રિચાર્જ મોડેલ, શેરી ફેરિયાઓના વિસ્તારો, આવાસ યોજનાના મોડેલ તેમજ ભુજ નગરપાલિકાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી સમજ મેળવી હતી.

વિવિધ વિષયો પર કાર્યરત કચ્છ મહિલા વિકાસ સંગઠન, સહજીવન, સેતુ અભિયાન, હુન્નરશાળા તેમજ એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજીના વિષય નિષ્ણાતો તેમજ માઇગ્રન્ટ્સ, માલધારીઓ, શેરી ફેરિયાઓ જેવાં અસંગઠિત ક્ષેત્રોમાં કાર્યરત સભ્યોએ કાર્યશાળા દરમ્યાન યુવાનોને વિવિધ માધ્યમો દ્વારા વિવિધ વિષયોની સમજ પુરી પાડી હતી. એચઆઇસીના ડાયરેક્ટર અસીમ મિશ્રા અને કોઓર્ડિનેટર પ્રાચી પટેલે કાર્યશાળાના મોડ્યુલ્સ તૈયાર કરી સંકલન કર્યું હતું. ઇંડિયા ફેલો શેફાલી ગુપ્તાએ સમગ્ર કાર્યશાળનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

કાર્યશાળાના અંતિમ દિને સહભાગીઓએ લેખિત પ્રશ્નોત્તરીમાં જોડાઇ પોતાની મેળવેલી સમજનો ઉત્તમ ઉપયોગ કર્યો હતો. એચઆઇસીના માર્ગદર્શક સંદીપભાઈ વીરાણીએ સાથે વિષયાભિમુખ ચર્ચા કરી હતી. ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લતાબેન સોલંકીની હાજરીમાં તનિષા પઠાણ અને ઉર્મિ પરમારે કાર્યશાળાના અનુભવો જણાવ્યા હતાં. યુવાનોએ ભુજના વિસ્તારોમાં “સ્પોટ ફિકસીંગ”ની પ્રવૃત્તિ સાથે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવાનો કોલ આપ્યો હતો. કાર્યશાળાના સમાપન સમારોહનું સંચાલન ભુજ બોલે છે ના જય અંજારિયાએ કર્યું હતું.

કાર્યશાળાના સહભાગીઓ
દિવ્યા રાજેશ મહેશ્વરી, પઠાણ તનિષા આરિફખાન, ટિ્વંકલ બુધભટ્ટી, ઉર્મિ પરમાર, રીયા ગોસ્વામી, દિપ્સીકા નારણભાઈ મહેશ્વરી, નંદિની અતુલભાઈ મહેશ્વરી,પૂનમ અશોકભાઇ મહેશ્વરી, શ્રુતિ પ્રવિણભાઇ ગરવા, ગીતા ભરતભાઇ પરમાર, શીફા અનવરખાન પઠાણ, સમીરા ઉસ્માન જત, મયંક જયેશભાઇ ખત્રી, સમીર ઉસ્માન જત અને રીઝવાન સલીમ જત કાર્યશાળામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો