તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:શહેરના યુવાને વધુ નાણાં મેળવાની લ્હાયમાં 42 હજાર ગુમાવી દીધા

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવર બેન્ક નામની એપમાં નાણા રોકવા ભારે પડ્યા

ભુજના જ્યુબેલી સર્કલ નજીક આવેલા ભક્તિધામ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને વધુ નાણા મેળવાની લાયમાં ઓનલાઇન છેતરપીંડીનો ભોગબનવું પડ્યું હતું. અજાણ્યા શખ્સો દ્વારા 42 હજાર રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસનું શરણું લીધું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ફભુજના મયુર ચંદેલાલ શેઠ નામના યુવાને સાયબર ક્રાઇમ પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો વિરૂધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પાવર બેન્કમાં નાણા રોકવાથી સારૂ વળતર મળશે તેવો જાસો આપ્યો હતો. જેથી ફરિયાદી અને તેની ભત્રીજીએ પાવર બેન્ક નામની એપમાં નાણાનું રોકાણ કર્યું હતું જેમાં તેમને પ્રથમવાર વળતર મળ્યું હતું.

પરંતુ બાદમાં ફરિયાદી અને તેની ભત્રીજીએ રોકેલા 42,700ની રકમનું વળતર કે મુળ રકમ પરત ન આપી આરોપીઓએ ઠગાઇ કરતાં ફરિયાદીને છેતરાયા હોવાનું જણાતાં સાયબર ક્રાઇમ ભુજ મથકે અજાણ્યા બે શખ્સો વિરૂધ ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઇમ ભુજના પીઆઇ વી.એસ.પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદી સાથે ગણાસમય પહેલા ફ્રોડ થયો હતો. પરંતુ ફરિયાદ મંગળવારે નોંધાવામાં આવી છે. આરોપી વિરૂધ ગુનો નોંધીને તપાસ ચલાવાઇ રહી હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...