તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:ગુલીયન બેરી સિન્ડ્રોમ એટેક આવ્યા બાદ પથારીવશ યુવતી ચાલતી થઇ

બિદડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા અપાઇ સારવાર
 • સંસ્થા દ્વારા ભૂકંપ પીડિતોની વિનામૂલ્યે કરાતી સેવા

બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલીટેશન ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરના તબીબોએ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના એટેક બાદ પથારીવશ યુવતીને સારવાર, તાલીમથી ચાલતી કરી હતી.

18 વર્ષીય અવની મોઢા નામની યુવતી અગાઉ સ્વતંત્ર રીતે રોજિંદા કાર્ય કરી શકતી હતી પરંતુ ગુલીયન બેરી સિન્ડ્રોમ (જી.બી.એસ.)નો એટેક આવતાં તે પથારીવશ થઇ ગઇ હતી અને પથારીમાં જાતે પડખું પણ ફેરવી શકતી ન હતી. નાની ઉંમરે પરાવલંબી થઇ જતાં યુવતી ડિપ્રેશનમાં આવી ગઇ હતી. કોરોના મહામારી વચ્ચે દર્દીઓને જરૂરી કસરત મળી શકતી નથી, જે આ યુવતી માટે દુ:ખદ હતું. જો કે, જયા રિહેબિલીટેશન સેન્ટર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે આવ્યા બાદ ડાયરેક્ટર મુકેશ દોશી, વીરેન્દ્ર શાંડિલ્યના માર્ગદર્શન હેઠળ સિનિયર તબીબો, એચ.ઓ.ડી. ડો. લોગનાથને તપાસ કરી સારવાર આપી હતી. ડો. અશોક ત્રિવેદી અને ડો. શ્વેતા ગાલાએ કસરત સાથે જરૂરી તાલીમ આપી હતી. ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, વોકેશનલ ટ્રેનિંગ, એ.ડી.એલ. ટ્રેનિંગ બાદ માત્ર 3 મહિનામાં જ યુવતી ઉભી થઇ શકે છે, હરી-ફરી શકે છે અને રોજિંદી ક્રિયાઓ જેવી કે, નાહવું, કપડા પહેરવા વગેરે જાતે જ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો