તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેવી લાયસન્સ માટે પોલીસ પ્રમાણ પત્રમાં અગાઉની ફરિયાદનો ઉલેખ કર્યો હોવા અને તે દાખલામાંથી કાઢી નાખવા સબબ માનકુવાના ક્રાઇમ રાઇટર હેડ મહિલા કોસ્ટેબલને અરજદાર સાથે આવેલા શખ્સે ગેરવર્તન કરીને તેમના વિરૂધ આરટીઆઇ કરાવી 50 માણસો ભેગા કરીને એસીબી કરાવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં માનકુવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ મંગળવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. હેવી લાયસન્સ માટે દેસલપર વાંઢાયના વાલજીભાઇ વેરશીભાઇ નામના વ્યક્તિ પોલીસ પ્રમાણ પત્ર કાઢવા આવ્યા હતા. અને તેઓ સામે અગાઉ 498,(એ),323,114 મુજબનો ગુનો દાખલ હોઇ જેની નોંધ પોલીસ દાખલામાં કરી હોવાથી અરજદાર સાથે આવેલા માનકુવાના દિનેશ વેલજીભાઇ સીજુ તથા અન્ય એક અજાણ્યા શખ્સ સહિત ત્રણ જણાઓએ ફરિયાદી ક્રાઇમ રાઇટર હેડ મહિલા પોલીસ કર્મચારી ભારતીબેન બિપીનચંન્દ્ર પ્રજાપતિ પાસે ઓફિસમાં આવીને દાખલામાંથી ગુનાની નોંધ કાઢી નાખવા માથકુટ કરી હતી. ફરિયાદી મહિલા પોલીસે આ બાબતે પોલીસ ઇન્સ્પેકટરનો સંપર્ક કરવાનું કહયું હતું. પીઆઇને મળ્યા બાદ ‘અરજદારને નામદાર કૉર્ટમાંથી શિક્ષાપાત્ર ગુનામાંથી છોડી મૂકવાનો હુકમ થયેલ છે’ તેવી નોંધ કરી દેવામાં આવી હોવા છતાં અરજદાર સાથે આવેલા દિનેશ સીજુએ ફરિયાદી મહિલા પોલીસે કહયુ હતું કેકક, તમારી દવા કરવી પડશે તમારી વિરૂધ આરટીઆઇ કરાવી 50 માણસોને ભેગા કરી એસસીબી કરાવીશ તેવી ધમકી અન્ય બે મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં ધમકી આપતાં આરોપી દિનેશ સામે ફરજમાં રૂકાવટની કલમ તળે ગુનો નોંધાવાયો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.