કાર્યવાહી:મીરજાપરની સગીરાના અપહરણ કરનાર યુવાનને પોલીસે ઉઠાવ્યો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી નીકળી ગયા બાદ ફોન સ્વિચ ઓફ આવતા ફોજદારી નોંધાવાઇ હતી

મીરજાપરની સગીરા પોતાના ઘરેથી એકટીવા લઇ બહેનપણીના ઘરે પુસ્તક દેવાના બહાને નીકળી હતી, એકટીવા ઘરની આગળ મંદીર પાસે મુકી દીધી હતી, જે બાદ કાંઇ અતોપતો ન મળતા પિતાએ એ:ડિવિઝનમાં ફોજદારી નોંધાવી હતી જે અપહરણના કિસ્સામાં પ્રેમસબંધ હોવાનું અને પોલીસે યુવાનને દબોચી લીધાનું જાણવા મળ્યું છે.

સુત્રોમાંથી મળતી વીગતો મુજબ, મીરજાપર ગામે રહેતી સગીરા પોતાના ઘરેથી એકટીવા લઇને નીકળી હતી જે બાદ પિતાએ ભુજ એ ડિવિઝન પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ જે મોબાઇલ નંબર પરથી કોઇને ફોન કર્યો હતો તે મોબાઇલ નંબર પરથી આગળની તપાસ હાથ ધરી હતી અને સફળતા મળી હતી. પ્રેમસબંધ હોવાનું અને પોલીસે યુવાનને ઉઠાવી લીધો હોવાનું આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસે એકાદ બે યુવકોની પુછતાછ કરતા મુખ્ય સુત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...