ભુજ તાલુકાના ઘાણેટી નજીક છોકરીને ભાગાડી જવાના વહેમ શક પર રામપર રોહાના યુવકને બે શખ્સે માર મારી ઇજા પહોંચાડી હતી, તો, સુખપર મોચીરાઇના ફોરેસ્ટના રીસર્ચ પ્લોટમાં ગુગડના ઝાડમાંથી ગુંદની ચોરી કરતા બે અજાણ્યા શખ્સોને પડકારનાર ચોકીદારને છરીના ઘા મારી ઇજા પહોંચાડાઇ હતી, પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.
જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નખત્રાણાના રામપર રોહા ગામે રહેતા લધાભાઇ ભચુભાઇ કોલી અને તેમનો દિકરો તેમના સબંધીની છોકરી ગાભી ગઇ હોવાથી શોધવા નીકળ્યા હતા. ત્યારે રતનાલ અને ઘાણેટી વચ્ચેના માર્ગ પર પાછળથી બાઇકમાં આવીને ટપ્પર ગામના મનજી ઓસમાણ કોલી અને નખત્રાણાના રામપર વેકરાના ભીમજી વેલજી કોલીએ લધાભાઇના દિકરા હિતેશ લધાભાઇ કોલી (ઉ.વ.22) પર છોકરી ભગાડી જવાનો ખોટો વહેમ રાખીને માર મારી ઇજા પહોંચાડી હતી.
હિતેશને છાતીના ભાગે દુખાવો ઉપડતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.તો બીજી તરફ કુનરીયા ગામે રહેતા અને સુખપર મોચીરાઇ સીમમાં ફોરેસ્ટ રીસર્ચ પ્લોટની દેખરેખ રાખતા દુજા હાજીહસન સુમરા (ઉ.વ.53) સાથે સોમવારે સવારે દસ વાગ્યે બનાવ બન્યો હતો.
ફરિયાદી પોતાના ફરજ ના સ્થળ પર હાજર હતા. ત્યારે કોઇ અજાણ્યા બે પુરૂષો ગુગળના ઝાડમાંથી ગુંદ કાઢતા દેખાયા હતા. જેથી ફરિયાદી તેઓને પડકારતાં અજાણ્યા શખ્સે છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. અને ફરિયાદીએ લાકડીનો ઘા અજાણ્યા શખ્સના હાથમાં માર્યો ત્યાર બાદ એક અજાણ્યા શખ્સે ફરિયાદીના માથાના ભાગમાં છરી મારી ઇજા પહોંચાડી નાસી ગયા હતા. માનકુવા પોલીસે બે અજાણ્યા શખ્સ વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.