આપઘાત:શેરડીમાં યુવકે પંખામાં લટકીને જીવન ટુંકાવ્યું

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિંઝાણમાં માલધારીએ વાડાની ઝુંપડીમાં મોત આણ્યું
  • વરસામેડીમાં પરપ્રાંતિય યુવાનનો પણ આપઘાત

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ બનેલા ત્રણ બનાવોમાં ત્રણ યુવાનોના જીવન પર પૂર્ણ વિરામ મુકાઇ ગયો હતો. અબડાસા તાલુકાના વિંઝાણ ગામે ગાયના વાડાની ઝુંપડીમાં, માંડવી તાલુકાના શેરડી ગામે મુંબઇવાસી જૈનના મકાન અને અંજારના વરસામેડીમાં યુવાનોએ ફાસો ફાસો ખાઇ ફાનિ દુનિયા છોડી દેતાં ત્રણેય ઘટના પાછળના કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

વિંઝાણ ગામે રહેતો અને ગાય દોહવા અને ચરાવવાનું કામ કરતો 35 વર્ષીય કાદર અબ્દુલ્લા તૂરીયા નામના માલધારી યુવકે મંગળવારે બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન કોઇ પણ સમયે ગામના મહેન્દ્રભાઇ હરીભાઇ વૈયાના ગાયના વાડામાં આવેલી ઝુપડીમાં આડીમાં રસ્સો બાંધી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. કોઠારા પોલીસ મથકના પીએસઆઇ જી.પી.જાડેજાએ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, હતભાગી યુવક માનસીક સુનમુન રહેતો હોવાનું બહાર આવ્યું છે.

તો, અન્ય એક બનાવમાં માંડવીના શેરડી ગામે સંઘાર ફળિયામાં રહેતા અને ગામમાં મુંબઇવાસી અનિલભાઇ પાસડના ગામમાં બની રહેલા વિમલ રેસીડન્સના મકાનો અને દેરાસરમાં પુજા અર્ચના કરતા રાજેશભાઇ લક્ષ્મીચંદ સંઘાર નામના 28 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર વિમલ રેસીડન્સમાં આવેલા મકાનના ઓરડામાં સોમવારની રાત્રીના સાડા આઠ વાગ્યાથી મંગળવારના સવારે દસ વાગ્યા દરમિયાન કોઇ પણ સમયે રૂમમાં આવેલા સીલીંગ ફેનમાં રસ્સો બાંધીને આપઘાત કરી લીધો હતો.

બીજીતરફ અંજાર તાલુકાના વરસામેડી ગામે શાંતિધામ-5માં રહેતા 25 વર્ષીય સંત્રોહન દ્વારકા સહાની નામના પર પ્રાંતિય યુવકે સોમવારના સાંજે સાડા છ વાગ્યા પહેલા પોતાના ઘરમાં કોઇ અગમ્ય કારણો સર આત્મહત્યા કરી લીધી હતી. અંજાર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...