તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અબડાસા તાલુકાના ભાનાડા ગામની સીમમાં આવેલી રખાલમાં લીંબડાના ઝાડ પર રસો બાંધીને કોઇ અગમ્ય કારણોસર વાડાપધ્ધરના યુવાને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મજુબ વાડાપધ્ધર ગામે રહેતો 19 વર્ષીય અક્ષયકુમાર ધનજીભાઇ કોલી નામનો યુવક બુધવારે પોતાની મોટર સાયકલથી ભાનાડા ગામની સીમમાં આવેલ બુધ્ધભટ્ટી સમાજના સુરાપુરા દાદા મંદિરની દક્ષિણ બાજુએ આવેલા જંગલમાં આવીને લીંબડાના ઝાડ પર રસ્સો બાંધીને કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.
કોઠારા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી હતી. તપાસનીશ કુલદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે મૃતકના હાથમાં ચેકા છે અને પ્રાથમિક તારણ મુજબ કોઇ પ્રેમપ્રકરણને કારણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે હજુ યુવાને કયા કારણસર આપઘાત કરી લીધો તે સહિતની વિગતો જાણવા તપાસ ચાલુમાં છે. યુવાનના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.