તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે થશે ઉધ્ધાર:ભચાઉને ભુજથી જોડતા માર્ગની ભંગાર હાલત

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેકલ-બાંભણકા, પલાંસવા-ટીકર રોડ માટે દરખાસ્ત
  • સાંસદ વિનોદ ચાવડાએ સંબંધિત અેજન્સી, કલેક્ટર સાથે કરી સમીક્ષા બેઠક

સાંસદે સંબંધિત અેજન્સી, કલેક્ટર સાથેની સમીક્ષા બેઠકમાં ભુજ-ભચાઉ માર્ગનો મુદ્દો ઉઠાવતાં ભંગાર હાલતમાં રહેલા અા માર્ગનો ઉધ્ધાર થાય તેવી શક્યતા સેવાય છે.અેકલ-બાંભણકા અને પલાંસવાથી ટીકરના માર્ગ માટે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગને તાકીદ કરવા કલેક્ટર પ્રવીણા ડી.કે. સમક્ષ દરખાસ્ત કરતા સાંસદ વિનોદ ચાવડાઅે જણાવ્યું હતું કે, ભુજ-ભચાઉ માર્ગના સમારકામની જવાબદારી વાલેચા અેજન્સી પાસે હોઇ અા રોડનું સત્વરે સમારકામ કરવાની સાથે કબરાઉ પાસે ફોરલેન માર્ગની હાલત ખુબ જ ખરાબ હોઇ તાત્કાલિક ખાડા પૂરી મરંમત કરાય અને જયાં સુધી સમારકામ ન થાય ત્યાં સુધી લાખોંદ પાસેનો ટોલનાકો બંધ કરવા કહ્યું હતું.

2011માં બનેલા અા માર્ગની મરંમતનો કરાર 20 વર્ષનો છે. ચાંદ્રાણી પાસે પુલ બન્યો છે પરંતુ પુલની પાસે ખાડા હોઇ લોકોને નાછૂટકે પુલ નીચેથી પસાર થવું પડે છે. કબરાઉની શાળામાં જતા છાત્રોને માર્ગ ક્રોસ કરવો પડે છે, જેથી અન્ડરબ્રીજ બનાવવાની સાથે લોદ્રાણી નર્મદા કેનાલ પાસેના રસ્તાનું સમારકામ કરવા જણાવ્યું હતું. તેમણે જી.અેસ.અાર.ડી.સી. અને વાલેચા અેજન્સીના પ્રતિનિધિઅોને અા માર્ગનું કામ સોમવારથી શરૂ કરી દેવા કહ્યું હતું.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, જી.અેસ.અાર.ડી.સી.ના ડેપ્યૂટી જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ જીગર પટેલ, ડેપ્યૂટી પ્રોજેક્ટ ડાયરેક્ટર અાર.અેમ. ઝાલા, મદદનીશ ઇજનેર નરેશ ભાનુશાલી, વાલેચા અેજન્સીના સર્વેયર સત્યવાન, લાખોંદ ટોલ પ્લાઝાના મેનેજર સાૈરભ ભાર્ગવ વગેરે હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગનું કામ શરૂ થયા પછી આજુબાજુના ગામના લોકો માટે સુવિધામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...