તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાગાયતી ખેતી:બાગાયતમાં હાથ અજમાવતા જગતના તાત, કચ્છમાં 1 લાખ 43 હજાર હેક્ટરમાં કરાતી ખેતી

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની મીઠાશ એવી કેસર કેરી મસ્કતના પાક ગુણવત્તાના 286 પ્રમાણો પાસ કરીને લોકપ્રિય બની

કચ્છમાં ખેડૂતો અાગવી કોઠાસૂઝથી 1 લાખ 43 હજાર હેક્ટરમાં ખેતી કરી રહ્યા છે અને કચ્છની મીઠાસ કેસર કેરી તો છેક મસ્કત સુધી પહોંચી ગઇ છે. વર્ષ 2019-20 મુજબ કચ્છમાં 1 લાખ 43 હજાર હેકટરમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. 56 હજાર હેકટરમાં ફળઝાડ, 14 હજાર હેકટરમાં શાકભાજી અને 72 હજાર હેકટરમાં મસાલા પાક લેવાય છે.

આ વર્ષે અંદાજે 13 હજાર હેકટરમાં પ્રખ્યાત કચ્છી આંબા (કેરી) થયા છે. જેમાં 90 ટકા કેસર આંબા (કેરી) અને 10 ટકા અન્ય આંબા જેવાં કે,” આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, દેશીઆંબા (કેરી), ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક મે થી જુન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે.

મદદનીશ બાગાયત નિયામક કે.પી.સોજીત્રાઅે જણાવ્યું હતું કે, સ્વાદ ગુણવતાના પગલે કચ્છ કેસર કેરી વિશ્વ પ્રખ્યાત છે. આ વર્ષે તાઉતે વાવાઝોડાના પગલે 60 ટકા મેટ્રીક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જેના ભાવ ખેડૂતોને મળશે. ફળઝાડ વાવેતર વિસ્તાર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસનો કચ્છના ખેડૂતો ભરપુર લાભ લીધો છે.

મસ્કતમાં અાંબાનું માર્કેટ ઉભું કરનારા અને ગુણવત્તાના મસ્કત સરકારના 286 માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરનારા ગઢશીશાના પ્રયોગશીલ ખેડૂત બટુકસિંહ જાડેજા મઉં ખાતે 250 એકર જમીનમાં ડ્રીપ ઈરીગેશન, પેકહાઉસ, સ્ટોરેજની સહાયથી મસ્કતવાસીઅોને કચ્છની કેરી ખવડાવી રહ્યા છે.

અા ગામોમાં લેવાય છે કેસર કેરીનો પાક
અંજાર તાલુકામાં ખેડોઈ, ખભંરા, નખત્રાણા તાલુકાના ખીરસરા, રોહા, વેરસલપર અને ભુજ તાલુકામાં રેલડી, વાવડી, આણંદપર, બીરાસર, તળાવળા અને દહિંસરા તેમજ માંડવી તાલુકાના ગઢશીશા, મોટી મઉં, નાની મઉં અને દેવપર ગામો આંબા (કેરી) ના પાક માટે પ્રખ્યાત છે. જેમાં ગઢશીશા વિસ્તાર કેસર આંબાનું પોકેટ (વાવેતર વિસ્તાર) કહેવાય છે.

ચીલાચાલુના બદલે અાધુનિક ઢબે ખેતી હિતાવહ
બટુકસિંહે જણાવ્યું હતું કે, કચ્છના આંબા, ખારેક, પપૈયા, સ્ટ્રોબરી, ડ્રેગનફુટ, પપૈયા વગેરેની મોટી માંગ અન્ય બજારોમાં છે. “વસતી વધવાની છે જમીન નહીં આથી દરેક ખેડૂતે પાણી, હવા, વાતાવરણ, જમીનનો અને પાકનો કયાસ કાઢી, ચીલાચાલુ ખેતી પધ્ધતિ બદલી આધુનિક ખેતી કરવી વધુ ફાયદાકારક છે.

અન્ય સમાચારો પણ છે...