તસ્કરી:કામવાળીએ CISF કોન્સ્ટેબલ દંપતિના ઘરમાંથી 2.66 લાખના દાગીના ચોર્યા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં વધુ એક ઘરફોડ ચોરીથી કાયદાના રક્ષકોમાં દોડઘામ
  • પોલીસે તસ્કર મહિલાની ધરપકડ કરીને મુદામાલ રીકવર કરવા તજવીજ શરૂ કરી

ભુજ શહેરમાં ચોરીનો સીલસીલો જારી રહ્યો છે. છેલ્લા એક માસથી શહેરમાં ઉપરા છપરી 7થી 8 તસ્કરીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. પરંતુ જેના પર પ્રજાના જાન માલની રક્ષા કરવાની જવાબદારી છે તે કાયદાના રક્ષકોને આટલા બનાવો છતાં તસ્કરોનો કોઇ જ શુરાગ હાથ લાગ્યો નથી. ત્યાં ભુજમાં એરપોર્ટના સુરક્ષા કર્મી દંપતિના ઘરમાં કામ કરવા આવતી મહિલાએ 2.64 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 2 હજાર રોકડ મળીને કુલ 2 લાખ 66 હજારની ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.

બનાવને પગલે હરકતમાં આવેલી પોલીસે તસ્કર સ્ત્રીની ઘરપકડ કરી મુદામાલ રીકવર કરવા આગળની કાર્યવાહી હાથ ઘરી છે.મુળ માહારાષ્ટ્રના હાલ ભુજ એરપોર્ટમાં સીઆઇએસએફમાં ફરજ બજાવતા એરપોર્ટની સામે આશાપુરાનગરમાં ભાડાના મકાનમાં રહેતા અવિનાશ જગદીશભાઇ ખરબંસલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદીમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત 17 ડીસેમ્બરથી 3 ડીસેમ્બર દરમિયાન કોઇ પણ સમયે બન્યો હતો

ફરિયાદી અને તેમના પત્ની એકજ સ્થળે નોકરી કરતા હોઇ તેમના બાળકો ઘરે જ રહેતા હોવાથી અને ઘરે ઘરકામ માટે આશાપુરાનગરમાં જ રહેતા રૂકમણીબેન દામજીભાઇ ચૌહાણ હોવાથી તેમનું ઘર ખુલ્લુ રહેતું હતું દરમિયાન ફરિયાદીના પત્નીએ ઘરમાં લોખંડની પેટીમાં એક પર્સમાં પાંચ તોલાના સોનાના દાગીના રાખ્યા હતા.

જે તપાસ કર્યા પછી જોવા ન મળતાં ઘરકામ માટે આવતા રૂકમણીબેને પુછ્યું હતું પણ તેમને પણ જાણ ન હોવાનું જણાવી દેતાં ફરિયાદીએ ઘરે કામ કરવા આવતા મહિલા પર શક વ્યક્ત કરી નામ જોગ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે બનાની નોંધ લઇને રૂકમણીબેની અટકાયત કરીને મુદામાલ રીકરવર કરવા વઘુ પુછતાછ હાથ ધરી હોવાનું તપાસનીશ પીએસઆઇ વી.એસ.ચૌહાણે જણાવ્યું હતું.

1 માસમાં પોલીસ કર્મીના ઘર સહિત 8 સ્થળે ચોરી, તસ્કરો આઝાદ
7 ડીસેમ્બરના એરપોર્ટ રોડ રહેતા પોલીસ કર્મચારીના ઘરમાંથી 82 હજારના રોકડ દાગીનાની ચોરી, 23 ડીસેમ્બરના ગણેશનગરમાં ડિસ્ટીક સર્વેયરના ઘરમાંથી 75 હજારના મુદામાલની તસ્કરી થઇને 7 દિવસમાં જ ગણેશનગરમાં જ ઘર અને કેબીનમાંથી દાગીના રોકડ, પાનમસાલા સહિત41.500ની ચોરીની ઘટના બની ત્યાં પાબાદયાળુનગરમાં એક સાથે ત્રણ મકાનોમંથી 26,500 તેમજ પાળેશ્વર ચોકમાં સોનીની દુકાનમાંથી ચોરીનો બનાવ બન્યો આમ એક માસમાં જ પોલીસ કર્મીના ઘર સહિત 8 સ્થળે ચોરીના બનાવો બન્યા છતાં તસ્કરો હાથ લાગ્યા નથી.

મીરજાપરમાં દુકાનના તાળા તોડી રોકડા 12 હજારની ઉઠાંતરી
ભુજ નજીકના મીરજાપર ગામે આવેલી કોલ્ડ્રીંક્સની દુકાનમાં ગત 5 ડીસેમ્બરની રાત્રીથી સવાર દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ દુકાનનું શટર તોડીને અંદર ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા 9,500 તેમજ 1,500નું પરચુરણ મળી 12 હજારની ચોરી કરી ગયા હતા. દુકાન માલિક રાજનભાઇ લહેરીકાંત વેદાંત રહે મીરજાપર લોકિક પ્રસંગે હરીદ્રાર ગયા હોઇ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ મોડી નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

સુરક્ષા કર્મીના ઘરમાંથી કેટલો મુદામાલ ચોરાયો
પેટીમાં રાખેલા રોકડ રૂપિયા 2 હજાર અને પર્સમાં રહેલા 5 તોલાના સોનાના ઘરેણા જેમાં ત્રણ તોલાનો સોનાનો હાર, એક તોલાની સોનાની ચેઇન નંગ-2, એક તોલાની સોનાની કાનની બુટી જોડ-2, અડધા તોલાની સોનાની વીંટી નંગ-3 સહિતનો મુદામાલ ચોરાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...