• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Women's Front Came Up With The Problem And The Cause Of The Sewer, Came Up With A Solution But No One Was Listening

મહિલા મોરચો:ગટરની સમસ્યા અને કારણ લઈને મહિલા મોરચો આવ્યો, ઉકેલ સાથે આવ્યા પણ કોઈ સાંભળનારું ન હોઈ ભારે રોષ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ પાલિકાના અધિકારી અને પદાધિકારી હાજર ન હતા

ભુજ નગરપાલિકામાં બુધવારે સાંજે વોર્ડ નંબરના ભૂતેશ્વરનગરમાં ગટરના પાણી વરસાદી નાળાની જેમ વહી નીકળ્યા હતા, જેમાં સમસ્યાનું કારણ અને ઉકેલ લઈને મહિલા મોરચો અધિકારી અને પદાધિકારી પાસે અાવ્યો હતો. પરંતુ, કોઈ સાંભળનારું ન હતું, જેથી રોષે મહિલાઅો ભરાઈ હતી.શહેરમાં છેલ્લા પાંચેક વર્ષથી પણ વધુ સમયથી ગટરની સમસ્યા માથાના દુખાવારૂપ થઈ ગઈ છે. પરંતુ, હજુ સુધી ઉકેલ અાવ્યો નથી. નવી બોડીઅે ગટરની ચેમ્બર્સની સફાઈનો સકર મશીનના માલિકને ઠેકો અાપ્યા બાદ પણ સમસ્યા ઠેરની ઠેર છે.

બુધવારે વોર્ડ નંબરના ભૂતેશ્વરનગરમાં ગટરના પાણી નદીના પાણીની જેમ વહી નીકળ્યા હતા, જેમાં નજીકના વાડી માલિકે અવરોધ સર્જી ચેમ્બરમાંથી ગટરનું ગંદુ પાણી ખેંચતા સમસ્યા સર્જાઈ હતી. જે અાધાર પુરાવા સાથે નગરસેવક અબ્દુલ હમીદ સમાની અાગેવાની હેઠળ નગરસેવક મેહબૂબ પંખેરિયા, પૂર્વ નગરસેવક ફકીરમામદ કુંભાર ઉપરાંત વિશાળ સંખ્યામાં મહિલાઅો ધસી અાવી હતી. જેનો ઉકેલ વાડી માલિક સામે કાયદેસર કાર્યવાહી બતાવી હતી. પરંતુ, મુખ્ય અધિકારી અને પદાધિકારીઅો હાજર ન હતા, જેથી મહિલાઅો રોષે ભરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...