હાલાકી:રોડલાઇટ મુદ્દે વીર ભગતસિંહનગરની મહિલાઓ અંજાર પાલિકાએ પહોંચી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માગણી નહીં સંતોષાય તો કચેરીની લાઇટ બંધ કરવાની ચિમકી
  • ધરણાના અંતે આજથી રોડલાઇટ નાખવાની ચીફ ઓફિસરની ધરપત

અંજારના વીર ભગતસિંહનગરમાં રોડલાઇટ ન નખાતાં બુધવારે મહિલાઅો પાલિકામાં ચીફ અોફિસરની ચેમ્બર સામે ધરણા પર બેસી ગઇ હતી અને અંતે ચીફ અોફિસરે ગુરુવારથી રોડલાઇટ નાખવાની ધરપત અાપી હતી.ગંગોત્રી સોસાયટી, ગાયત્રી સોસાયટી, જન્મોત્રી સોસાયટી, કબીર મંદિર વિસ્તાર, વીર ભગતસિંહનગર, પ્રજાપતિ છાત્રાલય, કર્મચારી સોસાયટી, અેકતાનગર વગેરે સ્થળોઅે રોડલાઇન નાખવા મુદ્દે લાંબા સમયથી નગરપાલિકામાં અનેક રજૂઅાતો કરાઇ છે તેમ છતાં અાજદિન સુધી અા દિશામાં કોઇ જ પગલા ભરાયા નથી.

પાલિકાની લાપરવાહીથી વાજ અાવેલી વીર ભગતસિંહ નગરની મહિલાઅોનો મોરચો બુધવારે પાલિકામાં પહોંચી ગયો હતો. સ્થાનિક મહિલાઓ ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણા પર બેસી ગઈ હતી. જો કે, ગુરુવારથી જ રોડલાઈટ નાખવાની કામગીરી શરૂ થશે તેવી ધરપત અપાતા મહિલાઓ ધરણા પરથી ઉઠી હતી.

અા તકે કોંગ્રેસે પણ મહિલાઓ સાથે રહીને આવેદન આપ્યું હતું. પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ ટી. જાડેજાઅે જણાવ્યું હતું કે, જો અેક મહિનામાં તમામ જગ્યાઅે રોડલાઇટ નહીં લગાવાય તો પાલિકા કચેરીની લાઇટ બંધ કરવામાં અાવશે. વધુમાં જાડેજાઅે અેવો પણ અાક્ષેપ કર્યો હતો કે, શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરાઇ નથી અને વરસાદ બાદ દવાનો છંટકાવ ન કરાતાં ડેંગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારી ફાટી નીકળશે.

અન્ય સમાચારો પણ છે...