તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:આર્મી પરિવારની મહિલાઓ રસી લેવા ઠેઠ રવાપર પહોંચી

રવાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

18+ રસી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે. જેને લઇ લોકો જ્યાં સેન્ટરમાં સ્લોટ બુક થાય ત્યાં રસી લેવા જવું પડે. સોમવારે ભુજથી આર્મી જવાનના પરિવારની ત્રીસેક મહિલાઓ રસી મુકાવા માટે રવાપર પીએચસીમાં આવવું પડ્યું હતું. આર્મીના જવાને જણાવ્યું કે ‘રસી લેના જરૂરી હૈ’. ભુજના નજીકના સેન્ટરોના બુક થઇ જતા રવાપર પીએચસી સેન્ટર જગ્યા ફાળવતા આર્મી પરિવારની ત્રીસેક મહિલાઓ રસી લેવા આવી પહોંચી હતી. અન્ય ભાઇ ફોરવ્હીલર લઇને છેક ભુજથી ત્રણ જણા માટે રસી મુકાવા રવાપર પીએચસી આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે ભુજ તેમજ નજીકના રસીકરણ કેન્દ્રો ઓનલાઇન રજીસ્ટ્રેશન સ્લોટ થોડા સમયમાં જ બુક થઇ જતા હોય છે. અહીં સ્લોટ મળતા 80 કિલોમીટરનો ધક્કો ખાવો પડ્યો રસી મુકાવા માટે. રવાપર પીએચસીનો રસીકરણ માટે સ્લોટ બુક જલ્દી થઇ જાય છે જેથી જિલ્લા મથકથી રસી મુકાવા લોકો અહીં આવી રહ્યા છે. સ્થાનિક વિસ્તારોના લોકો રસીથી ઘણા વંચિત છે કારણ કે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...