તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સુરજપરમાં પતિને ફસાવીને બેઠેલી મહિલાએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • પીડિતાએ ન્યાય માટે પોલીસનું લીધું શરણું
  • ‘કોઇ તારી ફરિયાદ નહીં લ’ તેમ કહી પરિણીતાને ગંદી ગાળો ભાંડી

ભુજ તાલુકાના સુરજપર ગામે એક પરિવારને વિખેરી નાખવાની પેરવી કરી પતિને પોતાની મોહજાળમાં ફસાવી લેનાર મહિલાએ જ્યારે પરણિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને સતા પહેલા ગુમાનમાં આવીને ગાળા ગાળી કરતાં પીડીત મહિલાએ માનકુવા પોલીસ મથકમાં ન્યાય માટે ગુહાર લગાવી છે.સુરજપર ગામે રહેતા ધનબાઇ બાલકૃષ્ણ મેપાણીએ માનકુવા પોલીસ મથકમાં લેખિત ફરિયાદમાં ગામની જ મહિલા પર એવો આક્ષેપ કરીને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી એ મહિલા ફરિયાદીના પતિને ફસાવીને રાત્રીના અગ્યાર બાર વાગ્યા દરમિયાન ફોન કરીને પોતાની સાથે બેસાડી રાખે છે.

ફરિયાદી મહિલાના પતિને પત્નિ વિરૂધ કરી નાખ્યા છે. જેથી ફરિયાદી મહિલા એ ગામની મહિલાના ઘરે જઇને પતિને છોડી દેવા અને ઘર સંસારમાં પલીતો ચાંપવા અંગે જણાવતાં ફરિયાદી મહિલાને અને તેના પુત્રને પતાવી નાખીશ તેવી ધમકી એ મહિલાએ આપી હતી. અને તારા ઘરમાં બેસી જઇશ તેવું જણાવી ગાળાગાળી કરી કહયું હતું કે, તુ મારૂ કહીં નહીં બગાડી શકે, તારી કોઇ જ ફરિયાદ લેશે નહી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદી મહિલા અને તેનો પુત્ર ભારે ગભરાઇ ગયા હતા.

આખરે માનકુવા પોલીસ મથકે જઇ મહિલા વિરૂધ લેખિત ફરિયાદ આપી હતી. માનકુવા પોલીસ મથકના પીએસઓ હેમલભાઇ ચૌધરી સાથે વાત થતાં તેમણે ફરિયાદ આવી હોવાનું સમર્થન આપ્યું હતું અને કેરા ઓપીના જમાદારને જાણ કરી લોકોના નિવેદન લઇને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે પીઆઇ વિહોલ હાલ રજામાં હોવાથી તેમને આ ફરિયાદ અંગે કોઇ જાણ કારી ન હોવાનું જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો