તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખાવડામાં મહિલાને, ભુજપુરમાં રાયણના દંપતિને માર પડ્યો

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના ખાવડામાં જમીન મુદે બે શખ્સે મહિલાને લાકડીથી ફટકારી હતી તો, મુન્દ્રા તાલુકાના ભુજપુરમાં અગાઉ આર.ટી.ઓનો મેમો ન ભરવાનું મનદુખ રાખી દંપતિને ધોકાથી માર મારવામાં આવ્યો હતો. મુળ કોટડા (ખાવડા) હાલ નખત્રાણાના મથલ ગામે રહેતા સલમાબાઇ હનીફભાઇ પઢીયારની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તેમની કોટડા ગામે આવેલી પરદાદાની સહીયારી જમીનમાં વાવેતર કર્યું હતું જેનું મનદુખ રાખીને ગુરૂવારે સાંજે ફરિયાદીના કાૈટુબીક મામાના દિકરા ભાઇ અલ્લાબક્ષ અબ્દુલ્લા પઢીયાર તથા મંઠાર અબ્દુલ્લા પઢીયાર બન્ને જણાઓએ લાકડીથી માર મારી ઇજા પહોંચાડી હતી. તો, બીજી તરફ માંડવી તાલુકાના મોટી રાયણના અલ્તાફ આમદ જુણેજાની ફરીયાદને ટાંકીને મુન્દ્રા પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગુરૂવારે બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં સુલતાન અજીજ કકલ (રહે ખાખરાવાસ મોટી ભુજપર)નામનો યુવાન તેમનું બાઈક ફેરવવા લઇ ગયો હતો. દરમ્યાન તેણે હેલ્મેટ પહેરેલ ન હોતા સ્થાનિક પોલીસે તેને મેમો પકડાવ્યો હતો. અલ્તાફે જે દંડની રકમ ભરી નાખવા દબાણ કરતા ઉશ્કેરાઈ ગયેલા સુલતાને તેને અને તેની પત્નીને ધોકા વડે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો