આપઘાત:ઘનશ્યામ નગર સોસાયટીની પરિણીતાએ હમીરસર તળાવમાં પડતું મુકી જીવ દીધો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે મહિલાનો તળાવમાં છલાંગ લગાવી આપઘાત
  • પોલીસે સ્થળ પર પહોંચી લોકોની મદદથી મહિલાની લાશને બહાર કાઢી

રવિવારે માધાપરની અસ્થિર મહિલાએ કુકમા ગામે તળાવમાં આપઘાત કર્યાની ઘટના બાદ સોમવારે સાંજે ભુજની પરિણીતાએ હમીસર તળાવમાં પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. રઘુનાથજીના આરા પાસેના તળાવમાં અજાણી મહિલા બુહોશ હાલતમાં તરતી હોવાની જાણ થતાં પોલીસ ટુકડી સ્થળ પર ધસી જઇ લોકોની મદદથી મહિલાને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવાતાં તબીબે મૃત જાહેર કરી હતી.

એ ડિવિઝન પોલીસ હતભાગી મહિલાની ઓળખ માટે તપાસ કરતાં ભુજ મુન્દ્રા રોડ પર શનીદેવના મંદિર સામે ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા અને હતભાગી મહિલાના પતિ ઉમરભાઇ લધુભાઇ બુચીયાએ પોલીસને જણાવ્યું હતું કે, મરણજનાર તેમની પત્ની રાણબેન ઉમરભાઇ બુચીયા (ઉ.વ.45) હોવાનું જણાવ્યું હતું. તેમની પત્ની હમીરસર તળાવમાં બે હોસ હાલતમાં મળી આવ્યા અંગે જાણ થતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી.

અત્રે ઉલેખનીય છે કે, રવિવારે કુકમા ગામે તળાવમાં માધાપર રહેતી માનસિક અસ્થિર છાયાબેન નામની વૃધ્ધ મહિલાએ આપઘાત કરી લીધો હતો. ઘટનાના બીજા જ દિવસે ભુજના હમીરસર તળાવમાં વધુ એક મહિલાએ આપઘાત કરી લેવાની ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...