કોરોના ઇફેક્ટ:આખી સોસાયટી આક્ષેપ કરનાર પરિવારથી ખફા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ભાવેશ્વરનગરમાં ટાઇમ સ્ક્વેર સોસાયટીમાં રહીશોએ પખવાડિયા પૂર્વે વડોદરાથી આવેલા જૈન પરિવારને તરછોડીને હાંકી કાઢ્યો હોવાના કરેલા આક્ષેપના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. તમામ રહીશોએ સહી સાથે કરેલા નિવેદન અનુસાર એ પરિવાર સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં ખોટી વિગતો દર્શાવી સોસાયટી તથા વીબીસી સમાજના સભ્યોને બદનામ કરવા પ્રયાસ કર્યો છે. પરિવારે રહીશોને ખાત્રી આપ્યા બાદ વિશ્વાસઘાત કરી, ક્વોરેન્ટાઇનના નિયમનું ઉલ્લંઘન કરીને, એ પરિવારના પુરૂષોએ જાહેરમાં ગાળાગાળી ધમકી કરી હોવાનો પ્રતિઆક્ષેપ કરતાં રહીશોએ તેમનું હડધૂત કે ટોર્ચર કર્યાની વાતને ખોટી ગણાવી છે.

અન્ય સમાચારો પણ છે...