નયનરમ્ય દ્રશ્ય:ધોરડોનું સફેદ રણ ધારણા કરતા વહેલું જામ્યું, જાણે વાદળા જમીન પર ઉતર્યા

કચ્છ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરડોનું સફેદ રણ મીઠાના થર જામવાના કારણે સફેદ રંગે રંગાઈ જતા જાણે વાદળ જમીન પર ઉતરી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વિમાનની બારીમાંથી પણ વાદળ આવા જ દેખાતા હોય છે. કચ્છમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં રણની મજા માણવા ઉમટી પડ્યા છે. આ વખતે બન્ની-ધોરડોના રણમાં સફેદી(મીઠું) ડિસેમ્બરની મધ્યમાં જામે એવી શક્યતા સ્થાનિક જાણકારોએ દર્શાવી હતી. પરંતુ આ વિસ્તારમાં તાજેતરમાં માવઠું ન પડ્યું, વળી પ્રખર તાપ રહેતો હોવાના કારણે રણ નવેમ્બરના અંતમાં જ સુકાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...